________________
235 – -૧૮ : શીલનો પ્રભાવ અને સુદર્શન શેઠ! - 18--- ૨૩૫
શેઠે આ વાત સાંભળીને તેને કહ્યું કે “હે ભદ્ર ! આ વિદ્યા એકલા આકાશગમનમાં જ હેતુભૂત નથી, પણ સ્વર્ગ અને મોક્ષમાં પણ હેતુભૂત છે. આ ભુવનત્રયમાં જે કોઈ સુંદર વસ્તુ છે, તે આનાથી સુખપૂર્વક મળી શકે છે. આનો મહિમા અપરિમિત છે. ભાગ્યના યોગે જ તને આ વસ્તુની પ્રાપ્તિ થઈ છે, પરંતુ આ મહામંત્ર તારે અશુચિપણે ન બોલવો જોઈએ.” ઉત્તરમાં પશુ ચારનાર કહે છે કે “મને તો એનું વ્યસન પડ્યું : એના વિના મારે ન ચાલે : હું તો ક્ષણ પણ બોલ્યા વિના રહી શકે તેમ નથી.' આથી ખુશ થયેલા શેઠે એને પૂરો નવકાર શિખવાડ્યો. પછી એ તો પૂરો નવકાર જ્યાં હોય ત્યાં બોલવા લાગ્યો. આથી તેની સુધા-તૃષ્ણા આદિની વેદના નાશ પામવા લાગી.
એકવાર નદીમાં પૂર આવ્યું. “નમો અરિહંતાણં' કહી-ઊડું, એમ ધારી ઊડ્યો : નદીના કિનારે પડ્યો : ખીલો વાગ્યો અને પ્રાણ ચાલ્યા ગયા : પણ એ જાપના યોગે શ્રી સુદર્શન થયો. એવા ઊંચા કુળમાં પેદા થયો કે જ્યાં સર્વસ્વ આવી મળે. પણ નવકારની શ્રદ્ધામાં સર્વસ્વ હતું ત્યારે ને ! ભોળો જીવ હતો અને કશું જ જ્ઞાન ન હતું, પણ શ્રદ્ધા અપૂર્વ હતી. અર્થના જ્ઞાન વગરનું શ્રુતજ્ઞાન પણ ભારે કામ કરે છે.
વીંઝીના મંત્રનો અર્થ પૂછો જોઈએ. વીંછીનું ઝેર ઉતારનારને કે એના ગુરુને પણ ખબર ન હોય. એ તો છુ, છુ કરે, પણ વીંછી ઊતરે તો ખરો ને ! અર્થજ્ઞાન છે તો અનુપમ, એનો ઇનકાર નથી, પણ એ ન હોય તોય માત્ર શબ્દો એ પણ મંત્રાક્ષરો છે. શુદ્ધ શ્રદ્ધા હોવી જોઈએ. એની ટીકા કરનારા વિરાધકો છે. ઉત્તમ શબ્દોનું શ્રવણ પણ આત્માના વિષને ઉતારનાર છે. શરત એટલી જ કે “શ્રદ્ધા નિર્મળ જોઈએ.” શ્રી સુદર્શન અને કપિલા :
નવકારના પ્રતાપે એ પશુ ચારનારો શ્રી સુદર્શન થયો. ઉત્તમ કુળ અને ધર્મને યોગ્ય સઘળી સામગ્રી મળી. “ભવનિવ્વઓ' વગેરે માંગણી કરનારના આચાર, વિચાર તથા પ્રવૃત્તિ એવી હોવી જોઈએ કે જેથી દુનિયા ઉપર ઊંચામાં ઊંચી એની છાપ પડે.
શ્રી સુદર્શન શેઠના શીલનો મહિમા ગવાય છે. શીલના દૃષ્ટાંતમાં એમનું દૃષ્ટાંત લેવાય છે. શ્રી સુદર્શન કેવળ પોતાનાં માતાપિતાને જ હર્ષ આપનારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org