________________
૨૩૪
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૧ – 234 કારાગૃહ ન સમજે : જેટલે અંશે સમકિતની નિર્મળતા તેટલે અંશે સમજે :પણ સંસારને સારો તો ન જ માને : સંસારમાં આનંદ તો ન જ માને; એ એમ કહ્યું કે “દેખાય તો છે આનંદ, પણ છે આફત : કારણ કે પરિણામે આફત છે.” શ્રાવકની ખ્યાતિ કેવી હોવી જોઈએ એ વિચારો ! સુદર્શન શેઠની ખ્યાતિ કેવી હતી ? શ્રાવકની ખ્યાતિ સર્વત્ર કેવી હોય ? જેને આ વસ્તુ જચે અને શ્રાવક બની જાય, તેની સર્વત્ર ખ્યાતિ કેવી હોય ? આપણો વ્યવહાર, આચાર અને પ્રવૃત્તિ એવાં અને એટલા સુંદર અને શુદ્ધ હોવાં જોઈએ કે “ગમે તેવા જનારને એમ લાગે કે આ આત્મા નિર્મળ છે, સંસારથી લગભગ નિરાળા જેવો છે.” અત્યારે તો વિષયાસક્તિથી ઊંચો ન આવતો હોય, પાંચ ઇંદ્રિયોની આધીનતામાંથી બહાર ન નીકળતો હોય, એમાંથી પરવારતો જ ન હોય, તે સુંદર વિચાર પણ શી રીતે કરે ? દુનિયામાં પડેલાને તો મોજમજા, રંગ-રાગ, ઋદ્ધિ-સિદ્ધિ, એ બધાના જ વિચાર આવે. ત્યાં અવાજ ક્યાં થાય ? એ અવાજમાં આ ઘૂસે શી રીતે ? ભવનિવ્વઓ' વગેરે બોલે બધું, પણ અંદર જુદું. નહિ તો આવું બોલનારને છાયા સરખી પણ ન હોય ? પૂરો અમલ તો ન હોય, પણ છાયાએ ન હોય તે કેમ ચાલે ? જો છાયા પણ ન પડે તો સમજવું કે “બહુ જ અધમ કોટિનો આત્મા છે.”
શ્રી સુદર્શનના પૂર્વભવમાં એ કશું ન પામ્યા એમ કહીએ તો ચાલે. માત્ર શ્રદ્ધાના યોગે જ આટલે ઊંચે આવ્યા હતા. પૂર્વભવમાં એ એક શેઠને ત્યાં પણ ચારનાર હતા. એક વખત અટવીમાંથી પશુ ચારીને સાંજે આવતા હતા, ત્યારે એ અટવીમાં એક મુનિને કાયોત્સર્ગ ધ્યાને ઊભેલા જોયા. ઋતુ શિયાળાની હતી : ઠંડી એટલી બધી હતી કે જેનો સુમાર નહિ. આ પશુ ચારનારને એ વિચાર થયો કે “આ મુનિ આવી ઠંડીમાં રાત્રિ કઈ રીતે પસાર કરશે ? કોઈ પૂજ્ય મહાત્મા છે, ધન્ય છે, એમને પગે લાગીએ.' આખી રાત એને આ જ ચિંતા અને આ જ ઉદ્ગાર થયા.
સવારે ફરીથી અટવામાં આવ્યો અને મુનિવરને જોયા : પગે લાગ્યો : મુનિવર પણ ‘નમો રિહંતાઈ’ કહી આકાશમાં ઊડી ગયા. પેલો પશુ ચારનારો તો સમજ્યો કે આ “નમો અરિહંતાણમાં તાકાત છે : એનાથી જ આ મુનિ આકાશમાં ઊડી ગયા. એ પશુ ચારનારો તો હવે એ જાપ ગોગા કરે. ખાતાપીતાં, ઊઠતા-બેસતાં, જ્યાં જાય ત્યાં એ જ ગોખે. એના શેઠે પૂછ્યું કે “આ તને કોણે શીખવ્યું ?' શેઠના પૂછવાથી તેણે સઘળી હકીકત શેઠને કહી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org