________________
2૩૩
- ૧૮ : શીલનો પ્રભાવ અને સુદર્શન શેઠ ! - 18
–
૨૩૩
પરિવાર સાથે જે નગર તરફ ચાલ્યા આવતા હતા, તે નગરમાં પણ એક આચાર્ય હતા. એમને સ્વપ્ન આવ્યું કે “આજે પાંચસો હંસના ટોળા સાથે માલિક તરીકે એક કાગડો આવે છે.” સ્વપ્નાનુસાર નિર્ણય કર્યો કે “જરૂર કોઈ અભવિ આત્મા આવે છે : પાંચસો જણ ભવિ, પણ નાયક કોઈ અભવિ હોવો જોઈએ.” એ ગુરુ ગીતાર્થ હતા. એમણે બીજા સાધુઓને જણાવી દીધું કે “આજે આવનારા સાધુઓ તમામ ભવ્ય છે, પણ આચાર્ય અવિ છે.” પેલા આવ્યા. એમના શિષ્યોને પણ ખાનગી રીતે આ ગીતાર્થ ગુરુએ જણાવી દીધું કે : “તમે જેની સેવામાં રહ્યા છો તે આત્મા યોગ્ય નથી : તમે નહોતા જાણતા ત્યાં સુધી તો તમે લાભ ઉઠાવી શકતા હતા, પણ હવે જાણ્યા પછી તમારે ત્યાગ કરી દેવો જોઈએ.' શિષ્યોએ પૂછ્યું કે : “ખાતરી શી ?' ગીતાર્થ ગુરુએ કહ્યું કે : “તમે રાત્રે ઊંઘશો નહિ, જાગતા રહેજો ને જે થાય તે જોજો.' આમણે જવા-આવવાના અમુક માર્ગ પર કોલસાની કાંકરી પથરાવી, કે જેનો અવાજ ચું ચું થાય. રાત્રે બધા સૂતા. પેલા પાંચસો સાધુઓ જાગે છે. જેને શંકા માટે જવું પડે તે સાધુઓએ જવા માંડ્યું, પણ જરા અવાજ થતાં પાછા ફર્યા કે રખે જીવ તો ન હોય ! કોઈથી ન રહેવાયું તે સાચવી સાચવીને ગયા પણ તે કંપતે હૃદયે. રાત્રે પેલા આચાર્ય ઊઠ્યા : ચાલ્યા : અવાજ થયો. જોયું કે કોઈ જાગતું નથી. તરત બોલી ઊઠ્યા કે : “જ્ઞાનીનાં જીવડાં કેવું ચું ચું બોલે છે !' પગ સારી રીતે મૂકીને ચાલવા લાગ્યા. હવે આ જ ગુરુ, જ્યારે જીવદયાનું નિરૂપણ કરે ત્યારે હૃદય પિગળાવે તેવું કરે. શિષ્યોએ આ જોયું, સાંભળ્યું. સવારે કહી દીધું કે “આજથી અમે આપથી જુદા છીએ.” કોઈ પૂછે કે “એ સંયમી ખરા કે નહિ ?' શાસ્ત્ર કહે છે કે “એ સંયમ, એ વિરાગ અને એ તપની કિંમત અંકાતી હોત, તો દુનિયામાં નિષ્પરિગ્રહી ઘણાયે છે : પરંતુ એ બધા કાંઈ પૂજ્ય નહિ !' કપડાં વગરના કંઈ થોડા ફરે છે ? એ સંયમ, ચારિત્ર, તપ, વિરાગ, બધું દેખાવમાં-પણ અહીં (હૈયામાં, શ્રદ્ધામાં) ક્યાં ? એ અભવિ પણ એટલો લાભ શાથી કરી શકે ? આગમાનુસારી કહે છે માટે એટલો પણ ઉપકાર કરી શકે. અને આગમથી ઊલટું કહેનાર માટે તો પૂછવું જ શું ? એ તો આઘો જ સારો. સુદર્શન શેઠના પૂર્વભવનું વૃત્તાંત:
શ્રી જિનેશ્વરદેવના અનુયાયી માત્રને ભવનો નિર્વેદ તો હોવો જોઈએ ને? એ સંસારને સારો કે યોગ્ય તો ન જ માને. એ માનીએ કે “સંસારને પૂરો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org