________________
૨૩૨
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
-
2:2
અંગારમર્દિકાચાર્યનું દષ્ટાંતઃ
કુમાર્ગનો પ્રરૂપક તો સુયોગ મળે તો કદાચ બચી જાય, પણ અજ્ઞાનના યોગે ઉન્માર્ગગામીની પાછળ જ જનારાઓની શી દશા ? એ તો ભારે દુરાગ્રહી જ બની જાય છે. તેઓ તો પોતાની સત્ય સાંભળવાની શક્તિને પણ ગુમાવી બેસે છે. ઉન્માર્ગ કહેનાર પણ સુધરે તો ભાગ્યે જ, પણ યોગ મળે તો શક્તિ છે એટલે કદાચ સરળતા અંગીકાર કરે તો સુધરી જાય, પણ પેલા પાછળ જનારા તો એવા આગ્રહી બની જાય છે કે “તું જાય પણ અમે ન જઈએ, કેમ કે આબરૂ જાય. આવા પ્રસંગો ઘણા બન્યા છે. એકવાર નહિ પણ અનેકવાર બન્યા છે.
સન્માર્ગની જિજ્ઞાસાવાળો તો ઉન્માર્ગની દેશના સાંભળે પણ નહિ. જ્યાં ત્યાંથી હીરા લાવવા, એ કામ તો ઝવેરીનુંઃ બધાનું નહિ ! તેમ છયે દર્શનનાં શાસ્ત્રો વાંચવા-વિચારવાનું કામ તો એવી તાકાત ધરાવનારનું ! શક્તિહીનો માટે તો શાસ્ત્ર મિથ્યાષ્ટિના પરિચયને પણ નિષેધ્યો છે, કારણ કે શક્તિહીનો તો અજ્ઞાનના યોગે પોતે જ ઉન્માર્ગે ઘસડાઈ જાય. તાકાતવાળો તો પહોંચેલો હોય, એટલે સામાને પોતાની દિશામાં લાવે ? ત્યારે શક્તિહીન તો સામાની દિશામાં દોડ્યો જાય : એટલે એની હાલત શી થાય ?, એ વિચારો. કોરો ત્યાગ, તપ, સંયમ એની કિંમત નથી. તામલી તાપસે છઠ્ઠના પારણે છઠ્ઠનો તપ સાઠ હજાર વર્ષ સુધી કર્યો, પણ એ તપનું પરિણામ શું? એ તપ ન હતું એમ નહિ, તપ તો ઉગ્ર હતું, છતાં પણ શાસ્ત્ર એ તપને અજ્ઞાન કષ્ટ તરીકે ઓળખાવ્યું. અભવિમાં સંયમ કેટલું ? ઘણું જ મજાનું ! જ્ઞાન દેશઉણા દશ પૂર્વનું : પામે તો એટલું પામે : દેશનાશક્તિ એવી અજબ કે એને સાંભળીને સંખ્યાબંધ આત્માઓ સંયમ લઈને મોક્ષે જાય, પણ પોતાને તેનો લાભ નહિ !
સભા ? એને કાંઈ લાભ નહિ ?
લાભ એટલો કે દેવલોક જાય : એટલા માટે જ એ આ બધું કરે. શ્રીતીર્થંકરદેવની ઋદ્ધિ જુએ, સમવસરણ જુએ, દેવતાઓને પ્રત્યક્ષ જુએ, એટલે એને એમ થાય કે “આવું બધું મળે, લોકપૂજા પમાય, દેવલોક મળે, સુખસાહ્યબી મળે, એ માટે સંયમ સેવવું !” અને પછી એવી જ ઇચ્છાને તૃપ્ત કરવા માટે સંયમ સેવે અને ઉગ્ર તપ વગેરે કરે : પણ શ્રદ્ધા નહિ. અંગારમદકાચાર્ય નામના આચાર્ય પાંચસો શિષ્યોના ગુરુ હતા : એ અભવિ હતા : એ પોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org