________________
21 – ૧૮ : શીલનો પ્રભાવ અને સુદર્શન શેઠ! - 18--- ૨૩૧
સભા : રૂપિયા આપીને સાંભળતા અને સંભળાવતા માટે શું ?
એટલી હીન કોટિની વાત હું નથી કરતો અને આને માટે પણ કદાચ : કદાચ હોં ! ખપ પડે તો ! સાંભળ્યા વિના વસ્તુનો નાશ થતો હોય તો સાંભળે. “કદાચ-શબ્દ બરાબર યાદ રાખવાનો છે. પાસસ્થાને સાંભળવાની છૂટ દીધી, એનું કારણ શું ? આચારમાં ઢીલો ખરો, પણ આજે એટલે કે આગમને-શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને માથે ધરનારો-હૈયે રાખનારો માટે ! એ દેશના આપે તો એ જ આપે, પણ વિરુદ્ધ ન આપે. તેથી આચારમાં ચાહે તેવો પ્રવીણ હોય, પણ જો આનો (આગમનો) અનુયાયી ન હોય, એટલે કે આગમથી વિરુદ્ધ બોલનાર હોય, તો એના આચારની પણ કિંમત નથી ? એને સાંભળવું એ પણ યોગ્ય નથી ! જેના યોગે આ બધું મળ્યું, તેનો ઇનકાર કરે તો મળેલું પણ નકામું. સભા : નિહ્નવ?
જે કહો તે ! અરે નિહ્નવ તો એક જ વચન ઉત્થાપે એને કહેતા : પણ સઘળું ઉત્થાપે ત્યાં શું કહેવું ?
આ આચાર બહુ કીમતી છે, માટે એના જિજ્ઞાસુને સંસાર ઉપરથી નિર્વેદ તો થવો જ જોઈએ. દુર્ગધના પરમાણુ એવા નીકળી જવા જોઈએ કે સુગંધનો પરિચય થાય. ભવની વાસના ન ગઈ હોય તો ભવ છોડ્યો તોય શું ? ભવની વાસના ગઈ હોય તે કોઈ વખત તીવ્ર કર્મના ઉદયથી ગબડે તો પણ વિચારે કે હું ભૂલ્યો અને બીજાને પણ કહે કે “હું ભૂલ્યો છું પરંતુ સાચો માર્ગ તો આ જ છે.” ભવનિર્વેદ તો ધર્મસાધનાની જડ (મૂળ) છે. આખી દુનિયા સંસારને પોષવા, ચલાવવા, ખીલવવા, વખાણવા બેઠી છે : એમાં કદાચ બસો-પાંચસો જણા વખાણે, ન પોષે, ન ખીલવે તો બગડી શું જાય? નાશ શો થઈ જાય ? વાત એ છે કે પેલી (ભવની) વાસના એવી ઘૂસી ગઈ છે કે એકદમ કાઢવી મુશ્કેલ થઈ પડી છે. માટે જ પ્રાર્થનાની શરૂઆતમાં ભવનિર્વેદ છે. એ ન આવે ત્યાં સુધી આત્મા સમ્યક્તમાં પણ ટકી શકતો નથી, તો વિરતિની તો વાત જ શી કરવી ? મૂળ જાય ત્યાં શાખાઓ કયાંથી હોય ? આથી જ આપણે કહીએ છીએ કે “ભવ ઉપર નિર્વેદભાવની જાગૃતિ છતાં, કર્મના ઉદયથી કદાચ પાલનમાં શિથિલતા આવી હોય, પણ સત્યને સત્ય તરીકે કહેનારો શાસનમાં સ્થાન પામી શકે છે પરંતુ આગમથી વિરુદ્ધભાષી તો સ્વપર ઉભયનો નાશક છે, માટે આગમવિહિત માર્ગના વિરોધીઓથી તો દૂર જ રહેવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org