________________
૧૮: શીલનો પ્રભાવ અને સુદર્શન શેઠ !
ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા ફરમાવી ગયા કે “આ શાસન જયવંતુ વર્તે છે, કારણ કે આમાં એક પણ અયોગ્ય વિચારને સ્થાન નથી, તેમ જ એક પણ સુંદર વિચારનો ઇનકાર નથી : એક પણ સુંદર વિચાર એમાં નથી એમ નથી. એના સિદ્ધાંતો બધી અપેક્ષાએ એવી રીતે સિદ્ધ થયેલા છે કે એને સેવનાર કર્મમળથી રહિત થઈ નિયમ મુક્તિપદે જાય જ. એથી જ તે શાશ્વત છે, અનુપમ છે ને સઘળા શ્રી તીર્થંકરદેવોથી નમસ્કાર કરાયેલું છે.' આ તીર્થમાં આચાર એ મુખ્ય વસ્તુ છે. આ તીર્થના આચારને જીવનમાં ઉતારવા હોય તો ભાવના બહુ જ મજબૂત જોઈએ. એ મજબૂતી માટે રોજ બોલાતા પ્રાર્થનાસૂત્ર ઉપર વિચારણા કરી રહ્યા છીએ, એ પ્રાર્થનાસૂત્ર જો હૃદયપૂર્વક બોલાય, તો ગોઠવણ એવી મજાની છે કે જરૂર ભાવના મજબૂત થાય. પ્રાર્થનાની શરૂઆતમાં જ “ભવનિર્વેદ'ની માંગણી છે. સંસાર પર નિર્વેદ ન થાય, ત્યાં સુધી આગળના એક પણ ગુણની વાસ્તવિક પ્રાપ્તિ થઈ શકે તેમ નથી. દુર્ગધ જાય નહિ ત્યાં સુધી સુગંધ ન આવે ? દુર્ગધના પરમાણુ નાકમાં મૂકી ફરનારને, ગુલાબની સુગંધ ન આવે એમાં કાંઈ બગીચાનો દોષ છે ? સુગંધનો ખપ હશે તેણે દુર્ગધ કાઢવી જ પડશે. એ દુર્ગધી એવી રીતે નીકળવી જોઈએ કે એનું સ્મરણ પણ ન થાય. તો પછી એની વાતચીત, ઉપદેશ વગેરે તો હોય જ શાનાં ? પ્રાસંગિક
આચારની કમી હોય તો હજુ પણ નભે : “સંવિજ્ઞપાક્ષિકને શાસનમાં સ્થાન છે, એનું કારણ શું ? કારણ એ જ કે “તે પુણ્યાત્મામાં આચારની ન્યૂનતા છે, પણ ભાવ સંવેગનો છે : એ સાચાને ખોટું તો ન જ કહે.' સંયમને પરિપૂર્ણપણે નહિ પાળી શકનાર સંવિજ્ઞ પાક્ષિકના વચનને જરૂર પડે તો (‘જરૂર પડે તો'-એ શબ્દો યાદ રાખો) સાંભળવાની છૂટ, અરે પાસથ્થો કે જેનામાં સંયમની શિથિલતા છે, પણ વસ્તુ માર્ગને અનુસરતી કહેતો હોય, તો વખતે (વખત આવે તો, હોં !) એના વચનને સાંભળવાની પણ છૂટ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org