________________
૧૮ : શીલનો પ્રભાવ અને સુદર્શન શેઠ !
18
પ્રાસંગિક :
• સુદર્શનની ખ્યાતિ : • અંગારમદકાચાર્યનું દૃષ્ટાંત : : શ્રી સુદર્શન શેઠની નિશ્ચલતા : • સુદર્શન શેઠના પૂર્વભવનું વૃત્તાંત : ૧ શ્રી સુદર્શન શેઠ અને મહાસતી મનોરમાની નિશ્ચળતા : • શ્રી સુદર્શન અને કપિલા : • જય વિયરાયમાં આપણે કયાં સુધી આવ્યા ? • સુદર્શન અને અભયા રાણી : વિષય: ભવનિર્વેદનું મહત્ત્વ દષ્ટાંતના આધારે. અંગારમઈકાચાર્ય તથા હોઠ સુદર્શન
જૈનશાસનની સમગ્ર સાધનાપદ્ધતિનું મંડાણ ભવનિર્વેદના પાયા ઉપર રચાયેલું છે માટે જ્યારે પણ અવસર મળે ત્યારે જૈનાચાર્યો એ પાયાને મજબૂત કરવાનો જ પ્રયત્ન કરતા હોય છે. અહીં પણ પૂર્વે કહેવાયેલ ‘ભવનિર્વેદ' એક નવા જ રૂપરંગમાં પુનઃ પ્રસ્તુત થયો છે. અંગારમદકાચાર્યમાં ભવનિર્વેદનો અભાવ જોઈ એમના શિષ્યો એમનો કેવો ત્યાગ કરે છે અને મહાસત્ત્વશાળી શેઠસુદર્શનના પૂર્વભવની અણસુણી અને ચાલુ ભવની લોકપ્રસિદ્ધ વાર્તાને પણ પ્રવચનકારશ્રીજીએ તેમની અદ્ભુત શૈલી દ્વારા પીરસી ભવનિર્વેદને સરસ રીતે સમજાવ્યો છે. જયવીયરાય સૂત્રાર્થથી વિચારણા અંતર્ગત જ આ પ્રવચન આગળ વધ્યું છે.
મુવાક્યાતૃત • સંસાર પર નિર્વેદ (કંટાળો) ન થાય, ત્યાં સુધી આગળના એક પણ ગુણની વાસ્તવિક પ્રાપ્તિ
થઈ શકે તેમ નથી. દુગંધ જાય નહિ ત્યાં સુધી સુગંધ ન આવે. • આગમથી વિરુદ્ધ બોલનાર હોય, તો એના આચારની પણ કિંમત નથી. • જેનો યોગે આ બધું મળ્યું, તેનો ઇન્કાર કરે તો મળેલું પણ નકામું. • પાલનમાં શિથિલતા આવી હોય, પણ સત્યને સત્ય તરીકે કહેનારો શાસનમાં સ્થાન પામી શકે છે. • સન્માર્ગની જિજ્ઞાસાવાળો તો ઉન્માર્ગની દેશના સાંભળે પણ નહિ. જ્યાં ત્યાંથી હીરા લાવવા, એ
કામ તો ઝવેરીનું, બધાંનું નહિ ! • સૂત્રો બોલતાં અર્થજ્ઞાન હોય એ અનુપમ, એનો ઇન્કાર નથી, પણ એ ન હોય તોય માત્ર શબ્દો
એ પણ મંત્રાલરો છે. ઉત્તમ શબ્દોનું શ્રવણ પણ આત્માના વિષને ઉતારનાર છે. શરત એટલી જ કે “શ્રદ્ધા નિર્મળ
જોઈએ.’ • જે આત્માને આ આખો સંસાર જ ભયંકર નાટકરૂપ ભાસતો હોય, તેને કૃત્રિમ અને વિષયવાસનાને
ઉત્તેજિત કરનાર નાટક-ચેટક તરફ રસ પણ કેમ જાગે ? • ખોટું કહેનારાનો તો ઉપકાર માનો ! એ તો સાવધ રાખે, ચેતવે, ભલે ભાવના ગમે તે હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org