________________
5
----- ૧ : જયતિ શ્રી જૈન શાસનમ્ - 1 ––
–
૫
પૂર્વાનુપૂર્વી, પચ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વીથી વસ્તુનું વર્ણન કરી શકાય છે. અનાનુપૂર્વીથી વર્ણવવામાં તાકાત અજબ જોઈએ : કારણ કે પરસ્પર સંલગ્ન હેતુઓને ઊલટપલટ કરવા પડે, તેમાં સામર્થ્ય ઘણું જોઈએ અને સાંભળનારને પણ મુશ્કેલી પડે. પૂર્વાનુપૂર્વી તથા પશ્ચાનુપૂર્વી સરળ છે. પૂર્વાનુપૂર્વીમાં હેતુ ક્રમસર ગોઠવાયેલા હોય છે, અગર ગોઠવી શકાય છે : પચ્ચાનુપૂર્વીમાં પણ એમ હોઈ શકે છે. કોઈ સ્થળે પૂર્વાનુપૂર્વી સરળ પડે, તો કોઈ સ્થળે પચ્ચાનુપૂર્વી સરળ પડે. આ સ્થળે આપણે પચ્ચાનુપૂર્વીથી અર્થ કરીએ છીએ.
“ગિનેન્ક આદિન તીર્થ નથતિ” શ્રી જિનેશ્વરદેવોથી શરૂઆતમાં નમસ્કાર કરાયેલું તીર્થ જયવંતુ વર્તે છે.' શ્રી જિનેશ્વરદેવો તીર્થને શાથી નમે છે? આજ સુધી આપણે જે વાત ચર્ચા છે, તે જ અહીંયાં સમજી લેવાની છે. તીર્થના યોગે જ તીર્થંકર થાય છે. શ્રી તીર્થંકરદેવના આત્માને પણ તીર્થની આરાધના વિના ચાલતું નથી તેથી આપણે માટે પણ “થપ્પો !” તીર્થકર થયા વિના શ્રી તીર્થકરો કેવી રીતે જીવ્યા તેવી જ રીતે જીવવાની માન્યતાના આગ્રહમાં ધર્મ નહિ. શ્રી જિનેશ્વરદેવના આત્માઓને પણ “માળા થમ્યો ”- આજ્ઞામાં ધર્મ કબૂલ કરવો પડ્યો હતો. શ્રી તીર્થંકરદેવના ભવોની ગણના પણ સમ્યકત્વ પછી થાય છે. સમ્યક્ત કહો કે “માણ થHો ” કહો, એ એકનું એક જ છે : ભેદ નથી.
જે તીર્થના યોગે એ તીર્થકર બન્યા, તેને નમવું એ શ્રી તીર્થંકરદેવોનો કલ્પ છે. કોઈ પૂછે કે “એ તો કૃતકૃત્ય થયા, પછી નમે શું કામ ?' “તીર્થનું બહુમાન સ્થાપવા તથા તે દેવાધિદેવનો તેવો કલ્પ છે માટે !” કલ્પમાં મોટે ભાગે પ્રશ્ન હોવા ન જોઈએ. જ્ઞાનીએ જ્યાં કલ્પનો સ્વીકાર કર્યો, ત્યાં પ્રશ્ન ન હોય. જ્ઞાની કહે છે કે આગમસિદ્ધ વસ્તુમાં યુક્તિ કરવી હોય, તો તે આગમને અનુસરતી !
શ્રી તીર્થંકરદેવે તીર્થંકર-નામકર્મની નિકાચના તો તીર્થકર થવા પૂર્વેના ત્રીજે મને કરી પણ તીર્થની સ્થાપના ક્યારે કરી? કેવળજ્ઞાન થયા બાદ ! “કેવળજ્ઞાન પછી તો ઉદાસીન ભાવ રહે છે, નામની પણ ઇચ્છા રહેતી નથી, ભલાની કે ભૂંડાની ઇચ્છા નહિ, તો પછી તીર્થ સ્થાપ્ય શાથી?'- “તીર્થંકર નામકર્મના યોગે તીર્થકર નામકર્મની ભાવનાના યોગે એ આત્મા એટલો બધો ઉપકારપરાયણ બની જાય છે કે કેવળજ્ઞાન થયા પછી એ ઝરો સ્વયમેવ વહે છે: એ કરુણાસાગરમાં ઉત્તમ જગત ઝીલે છે અને અનેક પુણ્યવાન આત્મા સંસારસાગર તરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org