________________
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૧ –
૧
“સંસારરૂપ બીજના અંકુરો પેદા કરનાર રાગાદિ દોષો જેના ક્ષય
પામી ગયા હોય !” - અર્થાત્ સંસારવૃદ્ધિ કરનાર રાગાદિ જેના નષ્ટ થઈ ગયા હોય તે નામથી ગમે તે હો, તેને અમારા નમસ્કાર છે : અમારે તો અરિહંત હોવા જોઈએ ! એમ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે. આથી એ પણ સમજી જ લેવું જોઈએ કે “ધર્મગુરુ, પિતા, માતા, બંધુ, વડીલ, વાલી, હિતૈષી, એ બધા “સુ” જોઈએ : આ બધા આત્માના હિતની પહેલી ચિંતા કરનારા જોઈએ ! આ બધું અવસરે અવસરે સ્વયમેવ આવશે. મંગલાચરણ :
ટીકાકાર મહર્ષિ સૌથી પહેલાં મંગલ કરે છે. મંગલાચરણમાં તીર્થની સ્તુતિ કરે છે અને તે સ્તુતિમાં “નયંતિતીર્થ" આ પ્રમાણે કહી તીર્થની જયનશીલતા વર્ણવે છે. તે વર્ણવતાં તે જયનશીલ તીર્થની જે જે વિશિષ્ટતાઓ છે, તેને વર્ણવતાં લખે છે કે :
"जयति समस्तवस्तुपर्याय विचारापास्ततीर्थिक, विहितैकैकतीर्थनयवादसमूहवशात्प्रतिष्ठितम् । बहुविधभङ्गिसिद्धसिद्धान्तविधूनितमलमलीमसं,'
तीर्थमनादिनिधनगत मनुपम मादिनतं जिनेश्वरैः।।१।।" આ શ્લોકમાં ટીકાકાર મહર્ષિએ તીર્થની જયનશીલતા બતાવવા છ વિશેષણો આપ્યાં છે : આ વિશેષણો તીર્થની સઘળી મહત્તાને સમજવા માટે સાધનરૂપ છે. આ વિશેષણો, આપણે પચ્ચાનુપૂર્વી ક્રમથી વર્ણવીશું. ઉપકારી મહાત્માએ, તીર્થનું તાત્ત્વિક સ્વરૂપ આટલામાં સમજાવી દીધું છે. તીર્થનું આ સ્વરૂપ જો અંતરમાં અંકાઈ જાય, તો આજનો એક પણ પ્રશ્ન ટકી શકે તેમ નથી. બધો ઘોંઘાટ આપોઆપ શમી જાય.
શિષ્ટ પુરુષોનો આચાર છે કે પહેલું મંગલ કરવું, કે જેથી પરિણામની શુદ્ધિ થાય અને પરિણામની શુદ્ધિ થાય તો કર્મનો ક્ષય થાય તથા એ દ્વારા આત્મગુણો પ્રગટે, કે જેથી ઇષ્ટસિદ્ધિને સુખપૂર્વક સાધી શકાય. વાંચનાર પ્રમાદી થઈ, વખતે મંગલ કરવાનું ભૂલી જાય, તે માટે ટીકાકાર મહર્ષિ ગ્રંથની આદિમાં જ તમારા ને અમારા ભલા માટે મંગલ કરે છે. આપણે કંઈ કૃતઘ્ન નથી કે એમના ઉપકારને ન ઓળખી શકીએ ! એમના મંગલને તો જેટલું હૃદયગત ખીલવીએ, તેટલું કલ્યાણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org