________________
:
– ૧ : જયતિ શ્રી જૈન શાસનમ્ - 1
-
વાતોનો અથથી ઇતિ સુધી વિચાર કરી, પૂર્વાપર બાધ ન આવે તેમ વર્તવું જોઈએ. શ્રી આચારાંગ વાંચનાર સૂયગડાંગને ન ભૂલે : સૂયગડાંગ વાંચનાર, આચારાંગને ન ભૂલે : આચારાંગ વાંચતી વખતે ભગવતીજીને ન વીસરે : અને ભગવતીજી વાંચતી વખતે આચારાંગની ખબર ન રાખે,-એ પણ ન ચાલે, કારણ કે એક જ હેતુથી સર્વની રચના છે. તે સર્વમાં પરસ્પર વિરોધની ગંધ પણ નથી. “આખી દ્વાદશાંગીનો સાર, આચાર છે.'-એમ નિયુક્તિકાર મહર્ષિ ફરમાવે છે.
શ્રી જિનેશ્વરદેવના શાસનનું મંગલ પણ અપૂર્વ હોય : આજે તો આપણે મંગલાચરણ કરવાનું છે. કોઈ પણ કલ્યાણાર્થી આત્માને અંતરાય ન થાયકોઈનું પણ કલ્યાણ ન રોકાય” માટે મંગલ વિહિત છે. ઉપકારી મહાત્માઓના ઉપકારની આ બલિહારી !
અહીં કહેવું જોઈએ કે જેમ વ્યવહારમાં પણ ઘર વેચીને વરો કરવાનો નિષેધ છે, તેમ અહીં પણ આત્માનો નાશ કરી-આત્માના ગુણો ગુમાવી, પારકા પર ઉપકાર કરવા નીકળનારા, તે વસ્તુતઃ ઉપકારી નથી. દેવ-ગુરુ-ધર્મ અને વડીલની ભક્તિની વિધિ છે : પણ તે શા માટે ? વસ્તુ પામવા માટે ! કયા દેવની સેવા કરવાની ? સુદેવની ! ગુરુ કયા જોઈએ ? સુગુરુ ! ધર્મ કયો સેવવાનો ? સુધર્મ ! વડીલ કયા સેવાય ? જેનામાં વડીલપણું હોય તે ! જે ગુરુમાં ગુરુતા ન હોય તે ગુરુ ન જોઈએ, જે ધર્મમાં ધર્મત્વ ન હોય તે ધર્મ ન જોઈએ, અને જેનામાં વડીલપણું ન હોય તે વડીલ પણ ન જોઈએ : કેવો સરસ ન્યાય ! એવો ન્યાય શ્રી જિનેશ્વરદેવના શાસનમાં ન હોય, તો બીજે કયાં હોય ? દુરાગ્રહ તો આ શાસનમાં પાલવે જ નહિ.
દેવાધિદેવની સ્તુતિ કરતાં કલિકાળસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે અમારે કેવળ નામ સાથે જ સંબંધ નથી.
“દિવા વિધ્યપૂર્વા, જો નિનો વા નમસ્તસ્મ ” નામથી બ્રહ્મા હો, વિષ્ણુ હો, હર હો અથવા જિન હો, - સર્વને અમારા નમસ્કાર છે ! - આ ઉત્તરાર્ધને પકડી ભાગાભાગ ન કરતા પૂર્વાર્ધને પણ સાથે લેજો : કારણ કે પૂર્વાર્ધમાં જ એ વસ્તુનો સત્ય રહસ્યસ્ફોટ છે. પ્રશ્ન એ છે કે “કોના નામ સાથે વાંધો નથી ?' ઉત્તરમાં તે મહર્ષિ ફરમાવે છે કે : -
“અવલીનાકુરનનના-થ: ક્ષયકુપતા વસ્ત્ર "
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org