________________
૧ : યતિ શ્રી જૈન શાસનમ્
ભગવાન શ્રી જિનેશ્વરદેવના શાસનમાં દ્વાદશાંગી પૈકીનું પહેલામાં પહેલું અંગસૂત્ર, એ આ શ્રી આચારાંગ છે. શ્રી આચારાંગ સૂત્ર, એ ચરણકરણાનુયોગનું પ્રધાન અંગ છે. એ પરમ પવિત્ર અને પ્રધાનતમ અંગસૂત્રનું છઠું અધ્યયન જે ‘ધૂત” નામનું છે, તે વાંચવાની અહીં ઇચ્છા છે.આ વર્તમાન શ્રી આચારાંગ સૂત્રના મૂળના કહેનાર, શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવ છે : તેના રચનાર, ભગવાન શ્રી મહાવીરદેવના પાંચમા ગણધરદેવ શ્રી સુધર્માસ્વામીજી છે : તેની નિયુક્તિના રચયિતા, શ્રુતકેવલી ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજ છે અને ટીકાકાર, મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજ છે.
શરૂઆત કરતાં મંગલાચરણમાં ટીકાકાર મહર્ષિ, સૌથી પ્રથમ શ્રી તીર્થની સ્તુતિ કરે છે : જે તીર્થના યોગે પોતે આ બધું પામ્યા, તેનો મહિમા ગાય છે.
તીર્થનું સ્વરૂપ, શાસ્ત્રનિરૂપણનો હેતુ, તેમજ પહેલામાં, બીજામાં, ત્રીજામાં, ચોથામાં અને પાંચમામાં,-એ પાંચ અધ્યયનોમાં શું શું છે તેની ટૂંકી રૂપરેખા દોરી, પછી આપણે છઠ્ઠા અધ્યયનમાં આગળ ચાલીશું.
શ્રી જિનેશ્વરદેવના શાસનમાં આચાર વિના મુક્તિ નથી જ્ઞાન પણ આચાર હોય તો ફળે. વિરતિ વિનાના જ્ઞાનને શાસ્ત્રકારે બહુ ભયંકર ઉપમા આપી છે, એ પણ પ્રસંગે કહીશું. જે જ્ઞાનની પૂજા ભણાવીને) તમે હમણાં પ્રશંસા કરી. જે જ્ઞાનની ઉત્સાહપૂર્વક પૂજા ભણાવી, જે જ્ઞાનનો ઉચ્ચ સ્વરે તમે મહિમા ગાયો, તે જ્ઞાન કયું? જે જ્ઞાન આત્માને વિરતિ તરફ દોરે તે સમ્યજ્ઞાન : બાકી જે જ્ઞાન વસ્તુસ્વરૂપનો વિવેક કરાવ્યા વિના દુનિયાના રંગરાગમાં અથડાવી મારે, તે જ્ઞાનને શાસ્ત્રકાર મહર્ષિઓ સમ્યજ્ઞાન તરીકે ઓળખાવતા નથી. જે જ્ઞાનનું આટલું બધું બહુમાન કરીએ, તેનામાં એટલું તો કૌવત જરૂર હોવું જોઈએ કે તે આપણા જીવનમાં પલટો કરે, સત્ય-અસત્ય સમજાવે, અને દુરાગ્રહનું હૃદયમાં સ્થાન ન રહેવા દે.
શ્રી જિનેશ્વરદેવના શાસનમાં કોઈ વસ્તુ ખેંચાખેંચ કર્યો ન પમાય. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા સમજવામાં કેવળ શબ્દગ્રાહી ન બનવું જોઈએ : દરેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org