________________
૮
–
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
-
શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને જ એક આધાર માનવો તેમાં જરાય અંધશ્રદ્ધા નથી. અટવીમાં એક દેખતાની પાછળ, એક પછી એકનું કપડું પકડી હજારો આંધળા ચાલે તો ઘેર પહોંચે : વાત એટલી કે જેના આધારે ચાલે છે, તે પુરુષ દેખતો-આંખોવાળો જોઈએ. કોઈ કહે – “મૂર્ખાઓ ! ક્યાં જાઓ છો ?' તો પેલા કહે-“આ દેખતો લઈ જાય ત્યાં આપણા શ્રી જિનેશ્વરદેવ કેવા ? સંપૂર્ણ જ્ઞાની. પરમાત્મા શ્રી જિનેશ્વરદેવના માર્ગે ચાલનારને અંધશ્રદ્ધાળુ કહે, તે ભગવાન શ્રી મહાવીરદેવની આશાતના કરે છે. અમારા શ્રી જિનેશ્વરદેવે સંસાર ખોટો કહ્યો અને જણાવ્યું કે તે છોડ્યા સિવાય મુક્તિ નથી. એ જ શ્રી જિનેશ્વરદેવ જણાવે છે કે હિંસા, જૂઠ, ચોરી, વ્યભિચાર વગેરે પાપ કરશો તો દુર્ગતિ પામી રિબાશો. પાપથી નરકે જશો, પુણ્યથી સ્વર્ગ અને પરિણામે યોગ્ય સામગ્રી પામી, તેની આરાધના દ્વારા મોક્ષે જશો. આ બધું શ્રી જિનેશ્વરદેવનું કહેલું માનનારને અંધશ્રદ્ધાળુ કહેનાર, ખરેખર પોતાના તારકનું અપમાન કરનાર છે. તેવાની સાથે વાત પણ શી કરવી ? જે ભગવાન શ્રી મહાવીરદેવ સુધી પહોંચતાં આંચકો ન ખાય, તે તમારા-અમારા માટે શું ન કહે ? તમારા મોઢે કોઈ કહે, તો કહેવું કે “ભાઈ ! તમે તો બહુ પુણ્યવાન ! એટલે તમારા વિના ભગવાન શ્રી મહાવીરદેવ જેવા માટે પણ યુદ્ધા તદ્ધા કોણ કહે ? જ્ઞાની માટેએમનાં વચન માટે, આપ જેટલું ન બોલો એટલું ઓછું !' આવાની સામે યુક્તિ કરવી, તે પણ નકામી.
સરકારે કાયદા પણ માણસ માટે કર્યા : ઢોર માટે નહિ. ઢોર તો ગમે તેમ ચાલે, ગમે તેમ ખાય-પીએ, ગમે ત્યાં વિષ્ટા-પેશાબ કરે, ફાવે તેને શીંગડું મારે, પૂંછડું મારે, એને માટે કોઈ સરકારને કહે કે કાયદો કરો !” તો સરકાર પણ ના' કહે : અને ઉપરથી કહે : “એ તો ઢોર એના માટે કાયદા શા?” એમ જ કોઈ આદમી પ્રભુની આજ્ઞાની દરકાર કર્યા વિના કહે કે “અમે તો અમારી મરજી મુજબ વર્તવાના-અમને ફાવશે તેમ બોલવાના-અમને જિનાજ્ઞા કે આગમની પરવા નથી!” - ત્યાં શાસ્ત્ર શું કરે ? જેને મનુષ્યપણાની પરવા નથી, મનુષ્યપણાના ગુણોને સમજવા નથી, ત્યાં વાત શી ?
અનંત પુણ્યરાશિ એકત્રિત થાય, ત્યારે મુક્તિને યોગ્ય જીવન અમુક ટાઈમે મળે. એ જીવન ભોગસુખમાં, મોજમજામાં, વિષયવિલાસમાં, દુનિયાની લહેરમાંરંગરાગમાં ગુમાવી દેવું એ માણસાઈ છે? કયું મનુષ્યપણું દુર્લભ ? ખાવાપીવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org