________________
--- ૧ : જયતિ શ્રી જૈન શાસનમ્ - 1 –
–
અનાદિની ગ્રંથિનો ભેદ કર્યા પછી જ થાય છે. શ્રી જિનેશ્વરદેવના શાસનના રહસ્યને પરખો. એવી એક ચાવી લ્યો, કે જેથી બધાં તાળાં ઊઘડે. શ્રી જિનેશ્વરદેવની સમગ્ર દ્વાદશાંગીને ભણેલા, સાક્ષાત્ શ્રી જિનેશ્વરદેવની પોતાની હયાતીમાં પણ થોડા ! પ્રભુના ચૌદ હજાર મુનિઓમાં ચૌદપૂર્વી કેટલા ? બીજા ચૌદપૂર્વી પણ ગણધરદેવોની તુલનામાં ન આવે. આટલું છતાં પણ ‘દ્વાદશાંગી આશ્રવને હેય કહે અને સંવરને ઉપાદેય કહે'-એ ચાવી તો સર્વેએ જાણવી જ જોઈએ અને તે સ્વયં અથવા તો ગીતાર્થ ગુરુદેવોની નિશ્રાથી જાણે.
“મારા શ્રી જિનેશ્વરદેવ, શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં વિચરતા પૂજ્ય મુનિવરો અને શ્રી જિનેશ્વરદેવનું સર્વનય-સમ્મત તથા પ્રમાણ-પ્રતિષ્ઠિત આગમ, આશ્રવને હેય જ કહે અને સંવરને ઉપાદેય જ કહે” આ વાત સમ્યગ્દષ્ટિ આત્મા નિઃશંકપણે માને : “મારા જિનેશ્વરદેવ, નિગ્રંથ મુનિઓ અને આગમ, સંસારને અસાર જ કહે, સારરૂપ તો કહે જ નહિ : મારા જિનેશ્વરદેવ સંસારમાં રહેવાનું કહે જ નહિ : મારા તે દેવાધિદેવ એવી આજ્ઞા કરે જ નહિ, કે જેથી મારો સંસાર વધે? મારા તે તારણહાર ન બતાવે તેવી ભક્તિ, ન બતાવે તેવો વિનય, ન બતાવે તેવી મર્યાદા કે ન બતાવે તેવી સેવા, કે જેના યોગે મારો સંસાર વધે એટલે કે હું સંસારમાં રખડું !' – આટલી ખાતરી તો શ્રી જિનેશ્વરદેવના શાસનમાં જન્મેલા એકેએક બચ્ચાને થવી જ જોઈએ. આ વાત જો તમે તમારા મન સાથે બરાબર વિચારશો, તો તર્કો બધા શમી જશે.
શ્રી જિનેશ્વરદેવના શાસનમાં જન્મેલાઓને નિર્ગથતા પ્રત્યે, ત્યાગ પ્રત્યે, વૈરાગ્ય પ્રત્યે, સંયમ પ્રત્યે, આટલી અરુચિ કેમ જણાય છે ? તમારાથી સંસાર છૂટે નહિ, એ જુદી વાત છે : છૂટવું બહુ કઠિન છે, મુશ્કેલ છે, છોડી ન શકો : પણ “છોડવું જોઈએ'- એમ માનવામાં વાંધો શો આવે છે ?
પ્રભુનું શાસન પામીને શું કરવું જોઈએ ? શ્રી જિનેશ્વરદેવના શાસનને પામ્યા એની વિશિષ્ટતા શી ? કઈ કાર્યવાહીથી જગત તમને જૈન તરીકે ઓળખે? સમગ્ર આગમનું જ્ઞાન થવું, એ ઘણું જ કઠિન છે. સમગ્ર શ્રુતના જ્ઞાતા બનવાની વાત તો દૂર રહી, પણ જે મહાત્માને ‘રુષ' “ તુષ' માત્ર આટલું યાદ રાખવામાં જ મુશ્કેલી પડતી હતી, તે પણ કેવળજ્ઞાન પામ્યા : એ આ જૈનશાસન છે. એ કેવળજ્ઞાન શાથી પામ્યા ? એથી જ કે “આ જ તારક છે, એ જે કહે તે જ પ્રમાણ, અમારો આધાર તે શ્રી જિનેશ્વરદેવનાં વચનો જ !” આવો નિશ્ચય હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org