________________
- ૧ : જયતિ શ્રી જૈન શાસનમ્ - 1
-
મોજમજામાં-રંગરાગમાં પસાર થાય તે ? નહિ જ. મનુષ્યપણાની દુર્લભતા તો શ્રી જિનેશ્વરદેવના શાસનની પ્રાપ્તિમાં અને સેવામાં છે.
શ્રી જૈનદર્શનને પામેલો, અન્ય પૌગલિક વસ્તુઓ ખીલવવાનો વિચાર ન કરતાં, જેનપણું ખીલવવાની ચિંતા કરે.વિષય-કષાય, મોજમજા અને સંસાર પ્રત્યે અરુચિ, એ જ શ્રી જિનેશ્વરદેવના શાસનની રુચિ ! સઘળી અશાંતિની જડ સંસારની રૂચિમાં છે. એ જડને પોષવી, ખીલવવી કે કરમાવી દેવી ? શાના યોગે જગતને મુંઝવણ થઈ રહી છે ? લાલસાના યોગે કે કોઈ બીજાના યોગે ? આ શ્રી જિનેશ્વરદેવોના ધર્મને પામેલા શ્રીમંતો તેમજ સામાન્ય સ્થિતિવાળાઓ પણ પૂર્વે આનંદથી જીવતા. પૈસા આવે તો કહેતા કે “પુણ્યનો ઉદય.” જાય તો કહેતા કે “પાપનો ઉદય.” જે નીતિકારે બધીયે વસ્તુ સ્વીકારી, તેને પણ આખરે કહેવું પડ્યું કે ગમે તેવા સંયોગોમાં પણ ન્યાયથી ન ખસે તે ધીરા:'- ધીર કહેવાય. આ શાસનને પામેલાઓ, સાહેબી આવે કે જાય ત્યાં મધ્યસ્થ રહે, પણ મલકાય કે મુંઝાય નહિ! ઊલટું કહે કે “બધો પુદ્ગલનો યોગ છે : શુભ પુદ્ગલ બાંધ્યાં તેના યોગે શુભોદય, અશુભ પુદ્ગલ બાંધ્યાં તેના યોગે અશુભોદય એમાં હું રાચી જાઉં તો માર્યો જાઉં.” અંદરનાં શુભ પુદ્ગલ બહારનાં શુભ પુદ્ગલને ખેંચે : અંદરનાં અશુભ પુગલ બહારનાં અશુભ પુદ્ગલને ખેંચે : બહારનાં અંદર જાય ને ધમાલ કરે. આ પ્રસંગે આત્મા તટસ્થ ન રહે-સાવધ ન થઈ જાય, તો શું થાય ?સમજુ આત્મા તો એ બેયને કંઈ ન કહે, પણ વિચારે કે “આ ધોધ છે. એમાં ન રાચું, ન ફૂદું અને એમાંથી બચું તો જ કર્મ ભાગે.”
પૌદ્ગલિક પદાર્થોને ઉદ્દેશીને-“આ લઉં, અહીંથી લઉં, તહીંથી લઉં-એ ભાવના કોની ? વસ્તુતઃ શાસનથી બહારનાની ! વગર કાઢ્ય એ શાસનથી બહાર જ છે ને ? જેને ત્યાગ-વૈરાગ્યની રુચિ નથી, એ તો શાસનથી બહાર જ છે. તીર્થના મહિમાની અહીં વાત ચાલે છે. બરાબર સમજો, “જે આત્માને શ્રી જિનેશ્વરદેવનું શાસન જચી જાય, તે કેવો થાય ? તેની માન્યતા કઈ હોય ? તે બોલે શું ? ચાલે કેમ ? કહે શું ?” એ બરાબર વિચારો ! જે તીર્થને યોગે પોતે તીર્થપતિ બન્યા, તેને શ્રી જિનેશ્વરદેવો પણ નમસ્કાર કરે છે. પહેલું ઘન માર્ગાનુસારીપણાનું કે સર્વવિરતિનું?
તીર્થની સ્થાપનામાં ચાર કહ્યા : સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા. પાછળના બે શા માટે ? રાખવા હતા માટે નહિ ! ચારે જોઈએ તે માટે નહિ ! પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org