________________
૧૦ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ - બધા એ બેમાં આવી શકે તેમ ન હતા માટે ! રેલવેમાં ફર્સ્ટ ક્લાસ અને સેકંડ ક્લાસના ડબ્બા થોડા હોય છે અને થર્ડ ક્લાસના ડબ્બા વધારે હોય છે. ફર્સ્ટ-સેકંડનું ભાડું પણ ઘણું હોય છે. થર્ડ કલાસના ડબ્બા રાખવા માટે નથી રાખ્યા, પણ રાખવા પડ્યા માટે રાખ્યા છે. બધા જો પહેલા અને બીજા
ક્લાસના ડબ્બામાં જ બેસનારા હોત, તો કંપની ત્રીજો ક્લાસ ન રાખત : પણ બધા તેવા નથી હોતા, તેથી તેવાઓ માટે થર્ડ ક્લાસના ડબ્બા રાખવા પડે છે. તેમ ભગવાને પણ સાધુધર્મની સાથે ગૃહસ્થ ધર્મનું નિરૂપણ કર્યું તે શા માટે ? એટલા જ માટે કે “સઘળા સાધુધર્મનો સ્વીકાર કરી શકે તેમ નથી અને જેઓ સાધુધર્મમાં ન આવી શકે, તેમને માટે ગૃહસ્થ ધર્મ છે. આ ગોખો અને ભણો ! જૈનશાસનનું તત્ત્વજ્ઞાન અહીં છે. “અમે પણ હોવા જોઈએ” એમ ન માનતા.
જ્ઞાની પરમ કરૂણાવાળા હતા. આથી કોઈ પણ આત્મા ધર્મથી વંચિત ન રહી જાય તે માટે “આ નહિ તો આ' - “આ નહિ તો આ' એમ બતાવ્યું : પણ મુખ્યતા તો સાધુધર્મની જ ! સર્વ કર્મના ક્ષય વિના મુક્તિ નથી. આરંભ-સમારંભ છોડ્યા વિના છૂટકો નથી. પણ બધાથી એ એકદમ ન બને તે માટે, - “જેનાથી જે બને તે કરીને પણ માર્ગમાં આવો ! - એ જ્ઞાનીની ઉપકારષ્ટિ! સર્વવિરતિ એટલે શું?
માર્ગાનુસારીપણું, સમ્યક્ત, દેશવિરતિ, સર્વવિરતિ, સૂત્રકરણ, અર્થકરણ, તદુભયકરણ અને પશ્ચાદુ વિનિયોગકરણ. આમાં સર્વવિરતિ મધ્યસ્થાને છે : તેથી પછીનો ક્રમ તો પૂર્વાનુપૂર્વીએ બરાબર છે. સૂત્રનો અભ્યાસ, અર્થનો અભ્યાસ, ઉભયનો અભ્યાસ અને પછી અર્થીને એનું દાન, - આ તો બરાબર : પણ એની પહેલાંના ક્રમમાં પડ્યાનુપૂર્વી જોઈએ, કારણ કે સૂત્રકરણ આદિમાં તો બધું નિરવઘ છે, - ત્યાં સાવઘતા નથી : જ્યારે અહીં સાવઘતા બેઠી છે. માટે પહેલી સર્વવિરતિ દેવી, એની તાકાતના અભાવે દેશવિરતિ, એના સામર્થના અભાવે સમ્યક્ત, અને એની પણ શક્તિ ન હોય તો માર્ગાનુસારીપણું. જો આમ ન કરે તો પ્રાયશ્ચિત્ત આવે. “માર્ગાનુસારીના ક્રમથી પણ પામે-આ વાતનો ઇન્કાર નથી: પણ દેનાર પહેલું શું છે?, – એ જ મહત્ત્વનો પ્રશ્ન છે.
કોઈ આત્માને શરૂઆતમાં ધર્મની જિજ્ઞાસા થાય, ત્યારે એ ઉત્તમ કોટિનો હોવા છતાં એ વખતે ધર્મ બતાવનાર જેવા ગુરુ મળે તેવું તે પામે ! ધર્મજિજ્ઞાસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org