________________
11
૧ : જયતિ શ્રી જૈન શાસનમ્
- 1
ક્યારેક થાય : કાયમ નહિ. એ પેદા થઈ એટલે પછી તો જેવો દાતાર ! એની પાસે ઉમદામાં ઉમદા ચીજ મૂકી દેવી જોઈએ. ભલે એ ન લે, તો પણ એને એ તો જરૂર થાય કે ‘કરવાનું તો આજ !’ ભલે પછી ઓછું કરે, પણ ઓછામાં ૪ કલ્યાણ માની લે તો માર્યો જાય.
૧૧
સમ્યગ્દર્શનનું સ્વરૂપ જ ‘સુ’ : માં છે : દેવ પણ ‘સુ’ : ગુરુ પણ ‘સુ’ : ધર્મ પણ ‘સુ’ : બાપ પણ ‘સુ’- ‘કુ’ કંઈ ન જોઈએ. મા, બાપ, વક્તા, શ્રોતા, બધું ‘સુ’ જોઈએ : ‘કુ’ આવે તો ગોટાળો. એટલા જ માટે કહ્યું કે દેવ, ગુરુ, ધર્મની પરીક્ષા કરી શિર ઝુકાવજો, ઝુકાવ્યા પછી મરતાં સુધી ઊંચું ન કરશો, અને શક્તિ મુજબ નક્કી ન કરો ત્યાં સુધી, જ્યાં ત્યાં ઝુકાવતાયે નહિ. તે મિત્ર, તે સંબંધી, તે માતા, તે પિતા, તે વાલી, અને તે જ વડીલ સાચા, કે જે પ્રભુની આજ્ઞામાં હોય ! પ્રભુના માર્ગે જે જોડે તે દુશ્મન પણ શિ૨તાજ અને જે પ્રભુમાર્ગથી ખસેડે તે સ્નેહીને પણ પોતાના માથા ઉપર હોય તોય ખસેડી દેવાનો.
શ્રી તીર્થંકરદેવે શ્રાવક-શ્રાવિકાની સ્થાપના, બધા સાધુ-સાધ્વી બની ન શકે માટે કરી : જોઈએ તે માટે નહિ ! દુનિયામાં પણ તમે માંદાને કહો છો કે ‘આ ન ખવાય તો આ ખા' - એ જ રીતે આ અનંત દયાળુ પણ, દુનિયાનો કોઈ પણ જીવ ધર્મથી વંચિત ન રહે એ જ ઇચ્છે. “આ નહિ તો આ,-પણ ધર્મમાર્ગે આવ !” મુખ્યતા તો આની જ - સર્વવિરતિની જ.
Jain Education International
ખરી વસ્તુ નીડરતાથી, નિર્ભીકતાથી કહેવી જોઈએ. સાંભળનારાને ખુમારીનો નશો ચડે છે, પણ ખુમારી ચાર દિવસ સંભળાવાય ત્યાં સુધી રહે : પાંચમે દિવસે ન સંભળાવીએ એટલે ઊતરી જાય : એ સાચી ખુમારી ન કહેવાય. ખુમારી તો જિંદગીભર રહેવી જોઈએ. આ જચે તો ગમે ત્યાં જાઓ, પણ પરાભવ નહિ પામો. શાસનનો સેવક તો ‘શાસનની પ્રભાવના' કરનારો જોઈએ : તે ‘પોતાની પ્રભાવના’માં પડે તો ચૂકી જાય. પ્રભુના શાસનમાં આવ્યા પછી સંયોગવશાત્ સંસારમાં રહેવું પડે, એ જુદી વાત છે : પણ ‘મારું’ ને ‘હું’નું વાયુ થઈ ગયું, તો હૃદયમાંથી જૈનશાસન ચાલ્યું જાય. સંસારમાં રહેવા માત્રથી જેનશાસન ન ચાલ્યું જાય, પણ જો તેમાં રાચીમાચીને, તેમાં જ સુખ માની લેવામાં આવે તો ચાલ્યું પણ જાય.
ભવાભિનંદી આત્માઓ, આવા શાસનપ્રેમી આત્માઓને ગાંડા વગેરે કહે, એથી મુંઝાવાનું નથી. તેઓ ગાંડા કહે એમાં જ એમની ભવાભિનંદિતા જણાઈ
For Private & Personal Use Only
www.jainelibrary.org