________________
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ –
આવે છે. દુનિયાથી નોખા થવું અને દુનિયામાં ડાહ્યા કહેવરાવવું, એ કેમ બને ? બાકી તેઓ જ્યાં છે, ત્યાં રહેવા છતાં પોતાપણું બરાબર સાચવવું. ઘણા કહે છે કે મુખ્યપણે ઓઘો બતાવવો, એ કેમ પાલવે ? છતાં તમે જુઓ છો કે પાલવે છે. કારણ, આ ઓધામાં ઝીણામાં ઝીણા જંતુને બચાવવાનો ગુણ છે. બેશક, એને સાચવતાં આવડવું જોઈએ. બધા સાધુ-સાધ્વી ન બની શકે માટે શ્રાવક-શ્રાવિકા, અને એટલા માટે જ ગૃહસ્થધર્મનું નિરૂપણ થયેલું છે. આ તો હજી મંગલ ચાલે છે. મંગલનો એક અર્થ :
મંગલ શબ્દના શાસ્ત્રોમાં ઘણા અર્થો છે તેમાં આ પણ એક અર્થ છે કે “માં નિયતિ મવતિ મસ્તમ્' અર્થાતુ-“મને પોતાને સંસારથી ગાળે, એટલે કે આત્માને સંસારથી તારે તે મંગલ.' મોક્ષસુખથી વંચિત રાખી સંસારમાં ફસાવી રાખનાર, જો શાસ્ત્ર હોય તો તે પણ અપમંગલ છે અને તે શાસ્ત્રના વ્યાખ્યાતા પણ અપમંગલ છે, તેમ જ તેને સાંભળનારાઓ પણ અપમંગલારૂપ બને છે. સંસારમાંથી બહાર નીકળવા માટે મંગલ છે. જેમ આપત્તિ દૂર કરવા માટે દુનિયામાં મંગલ સેવાય છે, તેમ આત્માની અનંતી ઋદ્ધિને પ્રગટ કરવા માટે આ મંગલ છે. હવે એ મંગલ વિશે વિશેષ ક્રમશઃ જોઈશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org