________________
૨ : અનુપમ શાસન
• તીર્થ જયવંતુ છે :
• આસ્તિક કોણ
♦ ચડે એ આશ્ચર્ય કે પડે એ ?
• ગુણપ્રાપ્તિનો ક્રમ કર્યો ?
૭ મંત્રીશ્વર ઉદયન :
સંખ્યાની અધિકતા ક્યાં હોય ?
♦ ધર્મધ્વંસ વખતે મુનિ શું કરે ?
વિષય : ‘અનુપમ’ વિશેષણ દ્વારા તીર્થની સ્તવના.
ટીકાકાર કૃત મંગલશ્લોકના આધારે ‘અનુપમ’ એવા તા૨કતીર્થના મહિમા અંગે આ વ્યાખ્યાનમાં સુંદર સ્પષ્ટતા કરવામાં આવી છે. દુનિયામાં ક્યાંય જેનો જોટો જડે નહિ એવું વિશિષ્ટ કોટિનું જૈનતીર્થ છે. અન્ય દર્શનો સાથે એની તુલના કરનાર અમૃત સાથે વિષને સરખાવે છે. લોકથી તદ્દન વિપરીત શાસન છે, માટે જ તે અનુપમ છે. આ બધી વાતો પણ આસ્તિકને જચે માટે નાસ્તિકતાનાં મૂળિયાં પ્રથમ હલાવવાં જ પડશે. ધર્મ આત્મસાક્ષીએ ક૨વાનો, દેવ-ગુરુ સાક્ષી તો છે જ. સૌથી ઊંચી વિધિનું પહેલું કથન. પાલનશક્તિ અનુરૂપ. આવી ઘણી બાબતો જણાવતાં મંત્રીશ્વર ઉદયનના સમાધિમૃત્યુનો પ્રસંગ વર્ણવી અંતે માત્ર સંખ્યામાં ન લોભાતાં સત્યના ગવેષક બનવાનું અને ધર્મનાશાદિ પ્રસંગે કેવી કેવી કાળજી કરવાની વગેરે વાતો કરી પ્રવચન પૂર્ણ કર્યું છે.
સુવાક્યાતૃત
♦ જેના યોગે સંસારસાગરમાં ડૂબતા આત્માઓ તરે, તેનું નામ તીર્થ.
♦ શ્રી જિનેશ્વરદેવે કર્યું તે જ નહિ, પણ કહ્યું તે આપણા માટે ધર્મરૂપ છે.
♦ ચક્રવર્તી ચક્રવર્તીપણું મૂકી દે અને ભિખારી ભિખારીપણું મૂકી દે એટલે તીર્થસેવા માટે યોગ્ય !
• દુનિયાદારીની કામના તજી, કેવળ સ્વપરના કલ્યાણની સાધનામાં જ લીન થનાર આત્માને ભિખારી કહેનારાઓ જ પોતે ખરેખરા ભિખારી છે.
♦ આપણી પૂજા કે ભક્તિ લાંચરૂપ ન જ હોવી જોઈએ.
♦ શાસ્ત્ર સૌથી ઊંચી વિધિ પહેલી કહે.
2
* બેશક ભાવ વિના દ્રવ્યની સફળતા નહિ, પણ દ્રવ્ય વિના પ્રાયઃ ભાવ પણ નહિ.
♦ ભાગો તે આપીને લાખ્ખોને ભેગા કરનાર, તે તો ભાટ કે ભવૈયા છે. તે જૈન શાસનનો ઉપદેશક જ નથી.
♦ દુર્જનનું એ કામ છે કે સજ્જનો સામે કાદવ ઉડાડવો.
♦ સત્યનો રાગી ઉત્તમ ક્રિયાઓના લોપ વખતે મૂંગો ન રહે. જો છતી શક્તિએ મૂંગો રહે, તો પરિણામે આસ્તિકતા ચાલી જાય અને નાસ્તિકતા આવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org