________________
૨ : અનુપમ શાસન
તીર્થ જયવંતુ છે ?
શ્રી આચારાંગ સૂત્રના ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા મંગલાચરણ કરતાં, તીર્થની પ્રશંસા કરે છે. તીર્થની પ્રશંસા કરતાં જણાવે છે કે તીર્થ સદાને માટે જયવંત છે. અમુક ક્ષેત્રોની અપેક્ષાએ સદાને માટે અને અમુક ક્ષેત્રોની અપેક્ષાએ અમુક કાળ માટે : પણ જ્યારે જ્યારે વર્તમાન હોય, ત્યારે ત્યારે જયવંતું જ હોય છે.
જેના યોગે સંસારસાગરમાં ડૂબતા આત્માઓ તરે, તેનું નામ તીર્થ : એ તીર્થની પ્રશંસા માટે આ મહર્ષિ છ વિશેષણો આપે છે, જેને આપણે પાનુપૂર્વી ક્રમથી વર્ણવીએ છીએ. આ તીર્થનું વર્ણન પણ જો અખંડપણે સમજાઈ જાય-જે સ્વરૂપે છે તે સ્વરૂપે હૃદયમાં ઊતરી જાય, તો પણ આત્માનો સંસાર પરિમિત થઈ જાય.
તીર્થનું સેવન, પાલન અને એની આજ્ઞાનો અમલ તો બહુ કઠિન છે, પણ એક વાર એનું સ્વરૂપ જેવું છે તેવું સમજાઈ જાય,બરાબર હૃદયમાં ઠસી જાય, તો પણ કામ થઈ જાય. જે તીર્થને શ્રી જિનેશ્વરદેવો નમે, એમાં કમી હોય ? ન જ હોય. સાથે એ પણ ધ્યાનમાં રાખજો કે શ્રી જિનેશ્વરદેવો નમે કોને ? અને જે તીર્થને તીર્થપતિ નમે, તે તીર્થ કેવું હોય? તીર્થકરને, હવે એ તીર્થ દ્વારા પોતાને કાંઈ સાધવાનું નથી. તીર્થંકર થયા પછી તીર્થની જે સ્થાપના, એ તો જગત માટે છે : પોતા માટે નહિ. જે તીર્થ દ્વારા પોતે તીર્થંકર પદવી મેળવી, તે તીર્થને તેઓ નમે છે.
“MID થમ્પો-આજ્ઞામાં ધર્મ' એ તો શ્રી જિનેશ્વરદેવોએ પણ સ્વીકાર્યું, માન્યું અને આરાધ્યું ત્યારે જ એ તીર્થપતિ બન્યા. આપણે આજ સુધી એ જવર્ણન કરી ગયા કે ભગવાન શ્રી મહાવીરદેવ કયાં કયાં અનુષ્ઠાનોના યોગે તીર્થકર બન્યા? એમના જેવા થઈશું ત્યારે તેઓએ કર્યું તેવું કરીશું : પણ જ્યાં સુધી તેવા ન થઈએ, ત્યાં સુધી જે ક્રિયા-ભાવના અને પ્રવૃત્તિના યોગે એ તીર્થપતિ બન્યા, તે ભાવના, ક્રિયા અને પ્રવૃત્તિ આપણે ખાસ સેવવાની છે.
શ્રી જિનેશ્વરદેવના શાસનમાં રહેનાર એ માનવું જોઈશે કે શ્રી જિનેશ્વરદેવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org