________________
183
– ૧૪ : આશા પારતંત્ર્યની આવશ્યકતા - 14 ––– ૧૮૩
અજ્ઞાની કે અલ્પજ્ઞાની આત્માએ પોતાની બુદ્ધિ પર મદાર બાંધવો ન જોઈએ. જો તે પોતાની જ બુદ્ધિ ઉપર મદાર બાંધે તો તે પડ્યા વિના રહે જ નહિ.
જૈનશાસન કહે છે કે શ્રી જિનેશ્વરદેવોએ કહ્યું તે પ્રમાણ માનવું. અશક્તિ હોય તો કરનારને હાથ જોડો, તાકાત આવશે ત્યારે અમે પણ કરીશું, એમ કહો : ‘ભલે અમે થાય એટલું કરીએ, પણ સાચું તો તે જ કે જે શ્રી જિનેશ્વરદેવોએ કહ્યું છે : એમાં અમારી બુદ્ધિ તથા ડહાપણ નકામું -એમ કહો.
જ્યાં સુધી અસઘ્રહ ન જાય ત્યાં સુધી માર્ગાનુસારિતા ન આવે. જ્યાં શિખામણ સાંભળવાની યોગ્યતા ન જ હોય, ત્યાં પરિણામ શું આવે ? અહીં કાંઈ બુદ્ધિનો ઇનકાર નથી. “બુદ્ધિ હોવી જ ન જોઈએ, બુદ્ધિનો ઉપયોગ કરવો જ નહિ, બુદ્ધિની ખિલવટ જ ન કરવી'-એમ કહેવાનું નથી. બુદ્ધિની તો બહુ જ જરૂર છે. ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા કહે છે કે “ધર્મ એ ધર્માર્થી આત્માઓએ સૂક્ષ્મ બુદ્ધિપૂર્વક વિચારવા યોગ્ય છે. અને છે પણ તેમ જ. સાધ્યની સિદ્ધિ માટે સાધનનું આલંબન લેવું.'—એમાં કોઈનો જ ઇનકાર ન હોય : પણ બુદ્ધિ ઉપર મદાર બાંધી જ્ઞાની પુરુષોની નિશ્રાની અવગણના કરવી, એ કોઈ પણ રીતે હિતકર નથી.
જૈનશાસ્ત્ર તો કહે છે કે “વિચાર પણ અધૂરાને જ કરવા પડે છે. જ્યાં સુધી વિચાર કરવો પડે ત્યાં સુધી અધૂરા ? માટે અધૂરાએ જરૂર જ્ઞાની પુરુષોની નિશ્રામાં રહેવું જ જોઈએ.' જીવલોકમાં સારભૂત શું??
પ્રથમ ભવનો નિર્વેદ : તે પછી અસદ્ગહના વિજયપૂર્વક તત્ત્વોનુસારિતા અને પછી ઇષ્ટફળની સિદ્ધિ : આ માટે વિરુદ્ધ કાર્યોનો ત્યાગ અને ગુરુજનોની ઉચિત પ્રતિપત્તિ : આ બધું આપણે વિસ્તારથી વિચારી ગયા. હવે જગતમાં મનાતી ઉત્તમ વસ્તુની માગણી માટે પરમોપકારી પરમર્ષિઓ ફરમાવે છે કે :
પરસ્થર ” "परार्थकरणं-सत्त्वार्थकरणं, जीवलोकसारं पौरुषचिह्नमेतत् ।” પ્રાણીમાત્રનું ભલું કરવું, એ આ જીવલોકમાં સારભૂત છે અને એ પુરુષાર્થનું ચિહ્ન છે.'
ખરેખર, પરાર્થ એ જીવલોકમાં સારભૂત છે : પુરુષાર્થ પણ ત્યારે જ દીપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org