________________
૧૮૨
-
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
--
182
જ! વ્યવહારમાર્ગમાં તો નહિ ! ત્યાં તો સમજે છે કે યોગ્ય રીતે ન વર્તાય તો પૂરું થવું મુશ્કેલ : વ્યવહારમાર્ગમાં તો બધાની સલાહ લે. કોઈ કાયદાની બારીકીમાં આવી ગયો, તો તરત વકીલ પાસે જાય : કહે કે : “મરી ગયો, સલાહ આપો !–વકીલ માગે તે પૈસા આપે. શરીર નરમ થાય કે ઝટ વૈદ્ય કે ડોક્ટર પાસે જાય. વ્યાપારની આફતમાં ઝટ કુશળ વ્યાપારી પાસે દોડી જાય. આ બધી નિશ્રા છે ને ? ત્યાં નિશ્રામાં વાંધો નથી. વ્યવહારમાં હજીયે નિશ્રા જીવતી જાગતી છે અને રહેવાની પણ ! પરંતુ એક ધર્મમાર્ગમાં જ આજના પોતાની જાતને સ્વતંત્ર ગણાવતા લોકોને, જ્ઞાની પુરુષોની નિશ્રામાં રહેવું પાલવતું નથી : પણ જ્યાં સુધી સ્વયં જ્ઞાતા ન બની શકાય, ત્યાં સુધી નિશ્રા તો અંગીકાર કરવી જ પડે.
વ્યવહારમાં બધે નિશ્રા કબૂલ રખાય છે. નિશ્રા વિના નાનાથી મોટા થવાય જ નહિ : નિશ્રા હોય તો જ નાનાથી મોટા થવાય અને મોટામાંથી માનવંતા થવાય : અને નિશ્રાથી જ સુખપૂર્વક જીવી શકાય.
અહિંસાની વાતો કરે, પણ “જીવ શું ? - જીવનું સ્વરૂપ કેવું ? - જીવની દશા કઈ ? જીવની હિંસાથી થાય શું ?' તેમ જ “ભાવપ્રાણ કયા ?-દ્રવ્યપ્રાણ
ક્યા ? આત્માનો ઉદય અને અસ્ત શું ? – અને ક્યારે થાય ?' - આ બધું પૂછો તો કહે કે – “જાણતો નથી” – “તો ભાઈ ! અહિંસાની વાત શાની કરે છે?' આ સ્થિતિમાં અહિંસાની વાત આવે કઈ રીતે ?
સંયમની વાત કરે પણ પૂછો કે “સંયમ કોને કહેવાય ? - અસંયમ કેટલા પ્રકારનો ? મને રુચે તે કરું, હું ધારું તે કરું, આમાં અસંયમ ખરો કે નહિ ?' - આ પ્રશ્નો પૈકીના એક પણ પ્રશ્નનો સીધો ઉત્તર નહિ આપે. “સંયમની વાત કરનારે અસંયમ અને અસંયમના હેતુઓ જાણવા તો જોઈએ જ ને ? નાના માર્ગેથી ઘેર જનારે, ક્યાં ખાડા, ક્યાં ટેકરા, ક્યાં ભય, - એ જાણવું તો જોઈએ ને ?
અહિંસા, સંયમ અને તપ, એ એવી વસ્તુ છે કે એમાં કદી પોતાની જ બુદ્ધિ મુજબ ચલાય નહિ. અહિંસા, સંયમ અને પરૂપ ધર્મની આરાધના માટે તો ઉત્તમ જ્ઞાની પુરુષોની નિશ્રા અંગીકાર કરવી જ જોઈએ. મોક્ષમાર્ગની આરાધના માટે જ્ઞાની પુરુષોની નિશ્રાનો સ્વીકાર થાય, તો પરિણામ બધું સીધું આવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org