________________
191
– ૧૪ : આશા પારાંચની આવશ્યકતા - 14
-
૧૮૧
કરે, ખોટું કરે, છતાં એને પાપ કે ખોટું માને નહિ, કહે નહિ અને બીજાનું સાંભળે પણ નહિ એનું શું થાય ?
તમારા અને અમારા વર્તનમાં ભેદ પડે ? અરે, તમારામાંયે પરસ્પર એકબીજાના વર્તનમાં ભેદ પડે; પણ આપણા બધાયનાં-ભાવના, સાધ્ય અને ધ્યેય તો એક જ? એમાં ભેદ પડે એ ન ચાલેઃ ભેદ પડે તો તો દિશા જ પલટાઈ જાય. જો ધ્યેય એક હશે તો વસ્તુ, આજ-કાલે-વરસે અરે ભવાંતરે પણ પમાશે. વસ્તુ પ્રત્યે સદ્ભાવ તો જોઈએ !
જે વસ્તુ રોજ માગો છો, તેનો તો જાપ કરવો જોઈએ. પ્રભુ પાસે જે બોલો છો, તે હૃદયથી કે માત્ર મોંથી ? અહીં હાજી-હાજી કરો એમાં કાંઈ વળે નહિ. પરિણામ લાવવું હોય તો તો ધર્મને સર્વસ્વ સમજવું જોઈએ. એ નક્કી કરવું પડશે કે “આત્માના ઉદ્ધાર માટે, સ્વપરના કલ્યાણ માટે, ધર્મ સિવાય બીજો એક પણ આધાર નથી-ઉપાય નથી-શરણ નથી, એ સંસ્કાર ઘરમાં, બજારમાં બધે ફેલાવવા પડશે અને એ સંસ્કારમાં પોતાના આત્માને સ્થિર કરવો પડશે. બે કલાક સારા અને બાવીશ કલાક પાછા હતા એ ને એક-તો પરિણામ શું ? સ્થિતિ એવી યોજો કે જ્યાં જાઓ ત્યાં એ સંસ્કાર જ દેખો : એના જ ભણકાર ! તો તો વસ્ત પામવા વખત આવે. માટે પ્રથમ પ્રાર્થનાસૂત્ર (જય વિયરાય) લીધું. તેમાં પહેલી માગણી “ભવનિર્વેદની કરી. એના વિના માર્ગાનુસારિતા આવે નહિ અને માર્ગાનુસારી બનવા અસદ્ગહનો વિજય કરવો પડે. અજ્ઞાની તથા અલ્પજ્ઞાની હોવા છતાં, જે પોતાની બુદ્ધિ મુજબ ચાલવાનો આગ્રહ કરે તે અસદ્ગહ કહો, કદાગ્રહ કહો કે દુરાગ્રહ કહો, એ બધું એક જ! અજ્ઞાની તથા અલ્પજ્ઞાનીએ પોતાની બુદ્ધિ પર બહુ વજન ન મૂકવું જોઈએ. બુદ્ધિનો ઉપયોગ સત્યને સમજવા કરવો. પોતાની બુદ્ધિમાં આવે એ જ ખરું, એ આગ્રહથી તો સ્વયં મરે અને બીજાને મારી નાખે. શાસ્ત્રનોસત્યનો, જેટલો બુદ્ધિથી થઈ શકે તેટલો સ્વીકાર કરે અને જ્યાં બુદ્ધિ સ્વીકાર કરવા અસમર્થ બને, ત્યાં સત્યપ્રેમીએ માનવું જોઈએ કે બુદ્ધિ અલ્પ છે અને શાસ્ત્ર તો ગહન છે, - માટે સમજાતું નથી.
સભા : ત્યાં નિશ્રા આવે. નિશ્રાની જરૂર. અહીં જ વાંધો છે. નિશ્રાની અવગણના છે અને તે પણ કેવળ ધર્મમાર્ગમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org