________________
૧૪: આજ્ઞા પાતંત્ર્યની આવશ્યક્તા
નિશ્રાની આવશ્યકતા
ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા, મંગલાચરણ કરતાં ફરમાવી ગયા કે “આ તીર્થ જયવંતુ વર્તે છે કારણ કે એમાં એક પણ અયોગ્ય વિચારને સ્થાન નથી અને એકેય સુંદર વિચારનો ઇનકાર નથી : એના સિદ્ધાંતો અનેક અપેક્ષાએ એવી રીતે સિદ્ધ થયા છે કે એનું હૃદયપૂર્વક સેવન કરનાર આત્મા કર્મમળથી શુદ્ધ બની મુક્તિપદને મેળવે જ : માટે જ એ શાશ્વત છે - કોઈ કાળે વસ્તુરૂપે એનો અંત થવાનો નથી : દુનિયામાં એની સામે ટકી શકે તેવી કોઈ વસ્તુ નથી, માટે જ સઘળા શ્રી તીર્થંકરદેવોથી શરૂઆતમાં નમસ્કાર કરાયેલું આ તીર્થ છે.” - ભગવાન શ્રી મહાવીરદેવે આ આચારશાસ્ત્ર-આ આચારો, જગતના કલ્યાણ માટે કહ્યા છે. એ આચારો જીવનમાં ઉતારવા એ સહેલું કામ નથી. તે માટે એકવાર શુદ્ધ ભાવના, ભાવનાની મજબૂતાઈ અને ધ્યેયની નિશ્ચલતા તો થવી જ જોઈએ. એટલા માટે જ પ્રાર્થનાસૂત્ર (જય વિયરાય)ની વિચારણા ચાલે છે. રોજ ને રોજ વીતરાગદેવ પાસે જે વસ્તુની માંગણી કરીએ તે વસ્તુ અને તે વસ્તુની પ્રાપ્તિની ભાવના, એ રોમેરોમ કેમ ન પરિણમવી જોઈએ ? ભસવું અને લોટ ફાકવો એ બે ન બને : એ તો મોંમાં આવે અને ઊડી જાય પણ ઉપભોગમાં ન આવે. બોલવું કાંઈ, હૃદયમાં કાંઈ, વર્તવું કાંઈ – એ કેમ બને ? એ સંભવિત છે કે શક્તિના અભાવે વર્તનમાં ફેર પડે, પણ વિચાર અને ઉચ્ચારમાં કેમ ફેર પડે ? કદી કોઈ મૃષાભાષણ કરે, પણ “મૃષા બોલવું સારુંએમ કહે અને-“મૃષા બોલવું જોઈએ -એમ માને એ કેમ ચાલે ? એક માણસ પાપ કરે, છતાં પાપને પાપ કહે તેને પહોંચાય એનામાં સુધારો થવાનો સંભવ પણ ખરો પણ જે પાપ કરે અને પાપને પાપ જ ન કહે, એને તો સુધરવાની કોઈ બારી જ નથી. પાપ કરે તે જુદી વસ્તુ છે, પણ એને પાપ માને તો એને સુધારી શકાય છે : સંયોગ મળે તો એમાં સુધારો થવાનો સંભવ છે : પણ પાપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org