________________
૧૪ : આજ્ઞા પારતંત્ર્યની આવશ્યકતા
♦ નિશ્રાની આવશ્યકતા :
♦ જીવલોકમાં સારભૂત શું ?
♦ શુભ શબ્દનું રહસ્ય :
૦ કુંવ્યસનોથી થઈ રહેલી ખરાબી : ભીમા શેઠનું દૃષ્ટાંત :
વિષય : ગહન આચારશાસ્ત્ર સમજવા નિશ્રાની જરૂર. જયવીયરાય સૂત્રની છઠ્ઠી ‘પરાર્થકરણ'. સાતમી ‘સુહગુરુોર્ગા' અને આઠમી ‘તત્ત્વયંણસેવણા' પ્રાર્થનાને સૂચવતાં પદનો વિસ્તરાર્થ.
આચારને આચર્યા વિના કલ્યાણ નથી. આચાર સમજવા આચારાંગની રચના અને તેને સમજવા ગીતાર્થગુરુની નિશ્રા અનિવાર્ય છે. માર્ગાનુસારિતા પામ્યા બાદ જીવલોકમાં સારભૂત કહેવાય તે પરાર્થક૨ણ-પરોપકાર કેળવવો જરૂરી છે : ત્યારબાદ શુભગુરુનો યોગ, એમાં શુભનો અર્થ : અને શુભગુરુની આજ્ઞાની આરાધના. આટલા મુદ્દાને લક્ષમાં લઈ અત્રે વિશદ વિચારણા કરાઈ છે. સાથે કુવ્યસનોથી થઈ રહેલી બરબાદીનું બ્યાન કરી ધર્મના પરિણામે કેવો ચમત્કાર સર્જાય છે તે અંગે ભીમા કુંડલીયાનું દૃષ્ટાંત સરસ રીતે રજૂ કર્યું છે. છેવટે ધર્મ એ યોગ્ય આત્માને જ આપવા યોગ્ય છે એ વાત કદી પ્રવચનની સમાપ્તિ સાધી છે.
14
સુવાકયામૃત
જ્યાં સુધી સ્વયં જ્ઞાતા ન બની શકાય, ત્યાં સુધી નિશ્રા તો અંગીકાર કરવી જ પડે.
♦ પરાર્થે એ જીવલોકમાં સારભૂત છે. સ્વાર્થ એ વિશ્વમાં ભારભૂત છે.
♦ સારાપણું ને ખોટાપણું સાથે ને સાથે જ છે : માટે ‘સુ' - ‘શુભ’ - ‘શુદ્ધ' વગેરે વગેરે શબ્દો ઉપર ઉપકારી પુરુષો ભાર મૂક્યા વિના રહેતા જ નથી.
આપણે બધું જ ‘સુ' જોઈએ તેમ ગુરુ પણ ‘સુ’ જ જોઈએ.
બહુ પરિગ્રહ હોય તે બહુ સુખી જ હોય, એમ કહી શકાય તેમ નથી !
સ્પર્શનેંદ્રિયનો વિષય જ નહિ પરંતુ પાંચે ઇંદ્રિયોના વિષયની લાલસા એ કામ છે. મુખવાસ મુખશુદ્ધિ માટે છે, મુખમાં ગંદવાડ કરવા માટે નથી,
♦ બોલવું એ શબ્દ છે : શબ્દ એ જ્ઞાનનું કારણ છે : માટે અશુદ્ધ મુખે ન બોલાય.
♦ નક્કી કરો કે બજારમાં તો ખવાય જ નહિ. અને ઘરમાં પણ અભક્ષ્ય તો નહિ જ !
૦ દૃષ્ટિ ન સુધરે ત્યાં સુધી સુંદર વસ્તુ પમાય નહિ.
જ્યાં પુણ્યાત્માનાં સ્મરણ જાગતાં હોય, ત્યાં આત્મા જરૂ૨ પાપવાસનાથી પાછો હઠે. ઉત્તમ આચાર વિના આત્માની શુદ્ધિ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org