________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
તમારામાં હતો. હવે હું જોઉં છું કે, મારો સ્વાર્થ ત્યાં બધુ છે’ આ સ્થિતિ પણ પ્રાયઃ માબાપ જ શીખવે છે. નાનપણમાં નિશાળે જાય ત્યારે ગજવામાં ખાવાનું આપે ત્યારે કહે કે ખાનગીમાં ખાજે અને પારકામાં ભાગ પડાવજે.’ આથી ‘મારું મારા બાપનું અને તારું-મારું સહિયારું.’-એ કહેવત છે. પછી એ મોટો થાય ત્યારે બાપાજીને પણ એ એમ જ કહે કે ‘મારામાંથી શાનો આપું ? તમારામાં મારું લાગેવળગે, બાકી હું ન આપું.' સંસ્કાર, કેળવણી, અભ્યાસ એવા અપાયાં એનું એ પરિણામ. પ્રથમથી જ કહેવામાં આવ્યું હોય કે ‘આ બધું અનિત્ય છે’ અને - ‘એના મમત્વમાં પડનારા રિબાય છે' - વગેરે સંસ્કાર પાડ્યા હોત, તો એ બાળક ભીખ માગીને પણ સેવા કરે. આ તો માને પણ કહી દે કે ‘માજી ! તમે ઘરડાં થયાં, પણ તમને કહી દઉં છું કે ‘તમારે એને (સ્ત્રીને) કંઈ કહેવું-ક૨વું નહિ.’ મા કહે - ‘મૂર્ખા ! જન્મ મેં આપ્યો : ભીનામાંથી સૂકામાં સુવાડનારી હું : તારી ખાતર કેટલીયે ચીજોનો ત્યાગ મેં કર્યો : ઉછેર્યો મેં અને આ બોલે છે શું ?' બાળક કહે – ‘બહુ થયું, એ લવરી રહેવા દો, છાનાંમાનાં બેસી રહો !' (દીક્ષાની) ઓઘાની વાત તો દૂર રહી, પણ સંસારને પણ સુખી બનાવવો હોય તો પણ, પ્રભુના માર્ગને સમજો અને જીવનમાં ભવનિર્વેદ આદિ ભાવોને ઉતારો !
-
૧૭૮
Jain Education International
For Private & Personal Use Only
178
www.jainelibrary.org