________________
177
૧૩ : મૌન ન રહે છતાં મુનિ 13
સભા : ખોટાની તો ઉપેક્ષા.
ઉપેક્ષા ક્યારે ? ખોટાને સારું બનાવવાની-સુધા૨વાની તાકાત ન હોય ત્યારે ! તાકાત હોય તો પ્રયત્ન કરવાનો. શક્તિ કારગત ન લાગે ત્યાં ઉપેક્ષા ખરી. મૈત્રીભાવનાનો અર્થ એ કે ‘પ્રાણીમાત્રનું ભલું કરવું : સ્નેહી સ્વજનનું જ નહિ, દુશ્મનનું પણ !” સદ્ગુણ-સદ્ભાવના દેખાય ત્યાં પ્રમોદ : પ્રશંસા નહિ પણ પ્રમોદ. પ્રશંસા ચારે ? ગુણ પરિણામે સારો હોય તો ! ગુણ ન હોય ત્યાં કરુણા.
સભા : પરદુઃખવિનાશિની કરુણા.
663
ગુણાભાવ તે પણ દુ:ખ છે. કરુણા બે જાતની : ૧. દ્રવ્યકરુણા અને ૨. ભાવકરુણા. દુઃખીનાં દુઃખ દૂર કરવાની ભાવના તે દ્રવ્યકરુણા અને ધર્મહીન પ્રત્યે-ઉન્માર્ગે ચાલનાર પ્રત્યે-વિષયકષાયના માર્ગે અથવા તો પાપના માર્ગે ચાલનાર પ્રત્યે દયા તે ભાવકરુણા. એને સુધારવા માટે જે શબ્દ કહેવાય તે કહેવા છતાં-પ્રયત્ન કરવા છતાં, અસર ન થાય ત્યારે ઉપેક્ષા : પણ પ્રથમથી જ નહિ.
માતાપિતાદિ ગુરુજન ખરા, પણ ગમે તેવા તોયે થોડા ઘણા સ્વાર્થમાં બેઠેલા : ભલું કરે તે પણ મર્યાદામાં : માબાપ છોકરાનું સારું ઇચ્છે, પણ ત્યાંયે એ ભાવના તો ખરી કે ‘એ પણ અમને પાળતો રહે.' - આવું જોતાં રહીને માબાપ ભલું કરે : માબાપ વગેરે સારું બતાવે બધું, પણ તે મર્યાદામાં. અપવાદ બધે હોય : નિઃસ્પૃહ માબાપ પણ હોય : પણ તે કેટલાં ? આંગળીને વેઢે આવે એટલાં !
સભા : જે પાળે તે પિતા ને !
હા ! પણ આત્માને પાળે તે કે માત્ર શરીરને પાળે તે ? કયા પિતાએ પુત્રના આત્મપાલનની ચિંતા કરી ?
Jain Education International
સભા : કૃષ્ણજી જેવાએ.
બરાબર; આખરે દાખલો કયો લેવો પડ્યો ? તમારે પણ અહીં જ આવવું પડ્યું. આજનું બાળક પણ સ્વાર્થ સુધી જ ‘બાપાજી-માજી' કરે, બાપાજી રમણી લાવી આપે, ઠીકઠાક થાય, પછી બાપાજી જરા કહે તો કહી દે કે ‘બાપાજી ! બહુ થયું, હવે બહુ બોલશો તો અલગ રહીશ. અત્યાર સુધી મારો સ્વાર્થ
For Private & Personal Use Only
www.jainelibrary.org