________________
૧૭૬
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૧ –
–
176
વસુરાજા, પર્વત અને નારદને માટે આકાશમાં જતા ચારણમુનિના મુખથી જ્યારે “ક્ષીરકદંબક' નામના પાઠકે સાંભળ્યું કે તેમાંના બે નરકગામી અને એક સ્વર્ગગામી છે'-ત્યારે એ પાઠકને પણ એમ થયું કે હું જેનો પાઠક-હું જેનો ભણાવનાર-હું જેનો કલાચાર્ય , તે નરકે જાય ? ખરેખર, આ સંસાર અસાર છે. માતા, પિતા, વડીલ, બંધુ, કલાચાર્ય,-એ બધા આવા વિચારના જોઈએ. જેણે જેણે ગુરુ બનવું હોય, તેના આ વિચાર જોઈએ. અરે, નોકર પણ સ્વામી માટે એ જ વિચારે.
પુણ્યબુદ્ધિ મંત્રી પોતાના રાજા માટે શું વિચારે છે ? ‘પગાર ખાઈને રાજ્યની કાર્યવાહી તો સૌ કરે, પણ પ્રભુના શાસનને પામેલ મારા જેવો સેવક છતાં મારો સ્વામી ઉન્માર્ગ-ગમનથી દુર્ગતિએ જાય તો મને કલંક : યેન કેન મારા સ્વામીને ધર્મ પમાડવો જોઈએ’ શેઠની ભાવના એ જોઈએ કે “મારો નોકર પણ કેમ ધર્મ પામે ! દેવ, ગુરુ, ધર્મને કેમ સેવે !' નોકરની ભાવના પણ એ જોઈએ કે “મારો માલિક ધર્મરસિક થઈને ધર્મને આરાધે. નોકરે એવી કાળજી રાખવી જોઈએ. આજ તો નોકર કહે છે કે “પચાસ રૂપિયા લઈશ.” શેઠ કહે છે કે “મજૂરી કર.” કામ ન હોય તો પણ હેરાન કર્યા કરે : શેઠનું બગડે તેમાં નોકરના બાપનું કાંઈ ન જાય, એ આજની ભાવના. ધર્મ જવાથી બધું ગયું. દેરે-ઉપાશ્રયે નહિ જનાર, વ્યાખ્યાન નહિ સાંભળનાર, એવા નોકર મળે તો ચૌદ કલાક કામ કરે.'—એવી ઇચ્છાથી નોકરી શોધશો તો ભીખ મંગાવશે. આગળ તો નોકરની પરીક્ષા થતી હતી. પુછાતું હતું કે તું કોણ છે ? કયા દેવને માને છે ? તારા દેવ-ગુરુ-ધર્મને બરાબર માને છે ને ?” પેલો કહે કે “દેવબેને નથી માનતો-તો તરત કહેતા કે “ઘેર જા ! જે દેવને નથી માનતો તે મને શું માનવાનો ?' એ આદમી કપાળમાં કાળું તિલક કયારે કરે તે કેમ સમજાય ? શ્રાવકને ત્યાં આવેલા ઇતર નોકરો, શ્રાવકના આચારવાળા બની જાય.
અહીં તો સારું દેખાય ત્યાં શિર ઝૂકે : ખોટું દેખીએ ત્યાં અક્કડ રહીએ : કોઈ અભિમાની કહે એની દરકાર નહિ. સારાના સેવક અને ખોટાને ખસેડવાનું. તાકાત ન હોય તો પોતે એનાથી આઘા રહેવું. “આ તો સારુંયે ઠીક ને ખોટુંયે ઠીક !” “અહીં પણ હું ને તહીં પણ હું “સારુંયે મારું ને ખોટુંયે મારું !'
સ્યાદ્વાદના નામે એવા લોચા ન વળાય. સારું તે મારું ને ખોટું તે મારું નહિ ? સારું ત્યાં હું ને ખોટું ત્યાં હું નહિ, એ ગોખજો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org