________________
15
- ૧૩ : મૌન ન રહે છતાં મુનિ - 13 – – – ૧૭૫ હે ભગવન્! તારા પ્રભાવથી મને ભવનો નિર્વેદ, માર્ગાનુસારિતા અને ઇષ્ટફલસિદ્ધિની સાથે લોકવિરુદ્ધ કાર્યોનો ત્યાગ પણ હો ! કહો કેવી સુંદર પ્રાર્થના છે ? આવી સુંદર પ્રાર્થના અહર્નિશ કરનાર આત્મામાં કેટલી પવિત્રતા હોવી જોઈએ ? એ વિચારો. ગુરુજનની પૂજા
પ્રાર્થનાસૂત્રમાં તો વિરુદ્ધ વાગો'ની માગણી પછી “ગુરુનનપૂનાની માગણી આવે છે.
“ગુરુપૂત્ર” गुरुजनस्य पूजा । उचितप्रतिपत्तिर्गुरुपूजा । गुरवश्च यद्यपि धर्माचार्या एवोच्यन्ते तथापीह मातापित्रादयोऽपि गृह्यन्ते ।"
ગુરુજનની પૂજા એટલે ઉચિત પ્રતિપત્તિ જો કે ગુરુ તરીકે ધર્માચાર્યો જ કહેવાય છે, પણ આ સ્થળે માતાપિતાદિ ગુરુજનોનું પણ ગ્રહણ થાય છે.' મોક્ષનો અર્થી આત્મા, પ્રાર્થનાસૂત્રમાં ઉપરની માંગણીઓ સાથે ગુરુજનની પૂજાની પણ માગણી કરતાં કહે છે કે “હે ભગવનું ! તારા પ્રભાવથી મને ગુરુજનની પૂજા પણ હો !"
માતા, પિતા, કલાચાર્ય આદિ સર્વ ગુરુજનોની ઉચિત પ્રતિપત્તિ કરવાની વૃત્તિ, ધર્માર્થી આત્મામાં સ્વાભાવિક રીતે જ જાગ્રત થાય છે. ગુરુજનોની ઉચિત પ્રતિપત્તિ કરવામાં ધર્માત્મા કદી પણ શિથિલ ન હોય, પણ એ ભૂલવાનું નથી કે પ્રતિપત્તિમાં અનુચિતપણે નભાવી લેવા માટે પણ ધર્મનો અર્થી આત્મા કદી જ તૈયાર નથી હોતો.” ઉચિત મર્યાદાઓના લંઘનમાં ગુરુજનની ગુરુતા પણ નષ્ટ થઈ જાય છે. આથી એ પણ સમજી શકાય તેવું છે કે “માતાપિતાદિએ પણ પોતામાં માતાપિતાદિપણું કેળવવું જોઈએ.'
માતાપિતા તે છે કે જેઓ પોતાના સ્વાર્થના ભોગે પણ પોતાના સંતાનનું આત્મહિત પ્રથમ ચિંતવે ! સંતાનના આત્મહિતને નષ્ટ કરનારાં માતાપિતા પોતામાં રહેવા જોઈતા માતૃત્વ અને પિતૃત્વ ધર્મનો ઘાત કરે છે, એ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે.
સાચા કલાચાર્યો પણ તે છે, કે જેઓ પોતાના વિદ્યાર્થીના આત્મશ્રેયની ચિંતા ખાસ રાખે : તે વિના સાચું કલાચાર્યપણું નથી આવતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org