________________
૧૭૪
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ -
ઉત્કટ ભોગ, દાનાદિ કરીને બીજા પાસે ગાવું, સાધુપુરુષોના વ્યસનમાં એટલે કે આપત્તિમાં તોષ અને છતા સામર્થ્ય તેનો અપ્રતિકાર-આ બધાં કાર્યો લોકવિરુદ્ધ કાર્યો ગણાય છે.”
આવાં કાર્યોના સેવનનું ધર્મી આત્માઓએ અવશ્ય વર્જન કરવું જ જોઈએ. સર્વજનની અને તેમાં પણ ગુણવાન પુરુષોની નિંદા, એ ઘણું જ અધમ કાર્ય છે : નિંદક આત્મા, એ ઘણો જ ભયંકર આત્મા છે : નિંદાની ટેવવાળો આત્મા દેવ, ગુરુ કે ધર્મની નિંદા કરતાં પણ અચકાતો નથી. સરળ આત્માના ધર્મકાર્યની હાંસી કરવી, એ પણ જેવું તેવું નિંદનીય કાર્ય નથી, કારણ કે એ હાંસીના પરિણામે તે આત્મા ધર્મકાર્યથી પાછો પડે છે અને એના પાપનો ભાગીદાર એ હાંસી કરનાર આત્મા થાય છે. હાંસી દ્વારા કોઈ પણ આત્મા ધર્મથી વિમુખ થાય, એવો પ્રયત્ન ધર્મી આત્માઓ માટે કોઈ પણ પ્રકારે યોગ્ય નથી. જનપૂજનીય પુરુષોનું અપમાન કરવાની પ્રવૃત્તિ પણ ધર્મ આત્માઓ માટે શોભામદ નથી. બહુજનથી વિરુદ્ધનો સંસર્ગ, એ પણ હિતકર નથી. દેશાચારનું લંઘન, એ પણ લોકવિરુદ્ધ છે. ઉલ્બણ ભોગ એ પણ લોકવિરુદ્ધ છે : ઉલ્બણ ભોગ એટલે વિષયોની અતિશય આસક્તિ, વિષયોની તીવ્ર આધીનતા : એ આધીનતાના યોગે સ્વપરનો પણ વિવેક નષ્ટ થઈ જાય છે : સ્વમાં પણ મર્યાદાનું ઉલ્લંઘન થાય છે. એને નથી રહેતું રાત્રિદિવસનું ભાન કે નથી રહેતા પર્વતિથિનો ખ્યાલ. આ ચોમાસા જેવા ખાસ ધર્મકર્મના સમયમાં પણ બ્રહ્મચર્ય જેવા ઉત્તમ આચારનું પાલન ન થાય એ શું ? ખરેખર, એ તીવ્ર વિષયલાલસાનું પરિણામ છે. લોકવિરુદ્ધ કાર્યથી બચવા ઇચ્છનારાઓ, જો પોતાની વિષયાસક્તિ ઉપર પણ કાપ મૂકે, તોય સ્વ અને પરનું ઘણું ઘણું હિત સાધી શકે !
‘નોવિરુદ્ધ ધ્યાનો'-આ સૂત્રાક્ષરનું અવલંબન કરનારે, પોતાનું જીવન ઘણું જ માર્ગાનુસારી બનાવવું પડશે : એકેએક યથેચ્છ વર્તન ઉપર અંકુશ મૂકવો પડશે : એના નામે એક પણ ધર્મક્રિયાને ગૌણ કે શિથિલ બનાવવાની વાહિયાત વાતો કરતાં એકદમ અટકી જવું પડશે : પણ આ બધું વિચારવું છે કોને ? ‘નોવિરુદ્ધવ્યો ' સૂત્રાક્ષરના ભાવને સમજનાર દાનાદિ ધર્મક્રિયા કરીને એની બડાઈ હાંકવાનું કામ શી રીતે કરે ? તે આત્માને સાધુજનની આપત્તિમાં આનંદ કેમ આવે ? અને છતે સામર્થ્ય સાધુપુરુષો ઉપર આવી પડતી આપત્તિનો પ્રતિકાર કરવાનું કેમ ચુકાય ? આ એકેએક લોકવિરુદ્ધ કાર્યનો ધર્મીએ અવશ્ય ત્યાગ કરવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org