________________
173
–
- ૧૩ : મૌન ન રહે છતાં મુનિ - 13
-
૧૭૩
લોકવિરુદ્ધનો ત્યાગ એટલે “સર્વજનનિંદા' આદિ લોકવિરુદ્ધ અનુષ્ઠાનોનું વર્જન.' આથી સમજી શકાશે કે આજના કેટલાક “નોવિરુદ્ધન્વાયો’ આ સૂત્રાક્ષરનો ઉપયોગ, ધર્મક્રિયાઓ કરનારની સામે કરે છે, એ કોઈ પણ રીતે વાજબી નથી : કારણ કે મોહ અને અજ્ઞાનને આધીન થયેલા આત્માઓ, વાતવાતમાં ધર્મકાર્યોને વિરુદ્ધ તરીકે ઓળખાવે અને એથી જો ધર્મકાર્યોનો ત્યાગ કરી દેવામાં આવે, તો તો ધર્મ જેવી ચીજ ચોથા આરામાં પણ ન ટકી શકે ! “ધર્મ જેવી વસ્તુ પણ અજ્ઞાની અને મોહાધીન આત્માઓને અધર્મરૂપ ભાસે'-એમાં કશું જ આશ્ચર્ય નથી. આજે દીક્ષા જેવી પરમ તારક વસ્તુ પણ અજ્ઞાન આત્માઓને કારમી થઈ પડી છે. એથી કલ્યાણાર્થી આત્માઓ તેનો પરિત્યાગ કરે એ કેમ બને ? આજે કેટલાય આત્માઓને ઉદ્યાપન આદિ ધાર્મિક મહોત્સવો અકારા લાગી રહ્યા છે અને એથી એમાં થતા લક્ષ્મીવ્યયને ધુમાડા તરીકે તેઓ તરફથી ખુલ્લેખુલ્લી રીતે ઓળખાવાય છે, આથી કંઈ પ્રભુવચનના પ્રેમીઓ કે જેઓ ઉદ્યાપન આદિ ધાર્મિક મહોત્સવોને પોતાના સમ્યક્તની નિર્મળતામાં અને અન્યને બોધિબીજની પ્રાપ્તિમાં કારણ તરીકે માને છે તથા તે જ કારણે તેમાં થતા લક્ષ્મીવ્યયને શાસનપ્રભાવનાના કારણ તરીકે સમજે છે, તેઓ તેની આરાધના કરતાં કેમ અટકી જાય ? આ કારણે તો પરમ ઉપકારી પરમર્ષિઓએ કેટલાંક લોકવિરુદ્ધ કાર્યોની ગણના કરાવીને, આપણને લોકવિરુદ્ધ કાર્યોને સમજવાની સરળતા કરી આપી છે. લોકવિરુદ્ધ કાર્યોની ગણના લોકવિરુદ્ધ કાર્યોની ગણના કરાવતાં તે પરમર્ષિઓ ફરમાવે છે કે :
"सव्वस्स चेव निंदा, विसेसओ तह य गुणसमिद्धाणं । उजुधम्मकरणहसणं, रीढा जणपूयणिज्जाणं ॥१॥ बहुजनविरुद्धसंगो, देसाचारस्स लंघणं चेव । उव्वणभोगो अ तहा, दाणाइवियडमनेउ ।।२।।
साहुवसणम्मि तोसो, सइसामत्थंमि अपडियारो अ ।" સર્વજનોની નિંદા-એ લોકવિરુદ્ધ છે અને તેમાં પણ ગુણસમૃદ્ધ પુરુષોની નિંદા, એ વિશેષ પ્રકારે લોકવિરુદ્ધ છે : સરળ આત્માઓના ધર્મકાર્યની હાંસી, જનપૂજનીય પુરુષોનું અપમાન, બહુજનવિરુદ્ધનો સંસર્ગ, દેશાચારનું ઉલ્લંઘન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org