________________
૧૭૨
-
-
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
-
1/2
આત્મકલ્યાણની ભાવનાથી પ્રેરાઈને કરાતું ધર્માનુષ્ઠાન વિશુદ્ધ બને છે અને તેનાથી ઇષ્ટફળની સિદ્ધિ મળે છે.
જેના હૈયે ભવનિર્વેદ મેળવવાની અને તત્ત્વમાર્ગે આગળ વધવાની પ્રાર્થના પ્રગટી છે, તેના હૈયે ભૌતિક સુખોને ભોગવી લેવા માટે, ભૌતિક સામગ્રી મેળવવા માટે, ધર્માનુષ્ઠાનનો ઉપયોગ કરવાનો ભાવ ક્યારેય જાગતો નથી. તેના હૈયે તો આત્મકલ્યાણ સાધવાનો અને તે માટે ધર્માનુષ્ઠાન આરાધવાનો ભાવ જાગે છે, આવા જીવને આચરેલા ધર્મના પ્રભાવે એવી સામગ્રી ક્યારેય ઇષ્ટ નથી હોતી કે મળેલી તે સામગ્રી તેને મોહ પેદા કરે અને તત્ત્વમાર્ગથી – મોક્ષમાર્ગથી દૂર કરે, એનું એક જ લક્ષ્ય હોય કે મને જે પણ ભૌતિક સામગ્રી મળે તે મોક્ષમાર્ગની સાધનામાં બાધક બને તેવી ન મળે પણ સહાયક બને તેવી જ મળે. એની આવી નિર્મળ ભાવનાના પરિણામે એને જે પણ ઈહલૌકિક – ભૌતિક સામગ્રી મળે તે મોક્ષમાર્ગે આગળ વધવામાં સહાયક બને પણ બાધક ન બને.
એટલે ભવનિર્વેદ અને માર્ગાનુસારિતા પામવાની ભાવનાવાળા ગૃહસ્થના મનમાં પણ એ ભાવ હોય છે કે, “આરાધનાની પ્રવૃત્તિ માટે ફળ જોઈએ તે મળે : એ પણ પરંપરાએ મુક્તિ મળે તે માટે છે : એટલે કે સંયોગો હો તો તેવા હો.” કુટુંબની જરૂર નથી, મળે તો સહાયક મળો. દેવતા પણ કહે છે કે મનુષ્યલોક મળો તો પણ ધર્મ કુટુંબ મળો.' દેવતા જાણે છે કે “સીધું મુક્તિપદે જવાય તો સારી વાત, પણ એ થવાનું નથી : મનુષ્યલોક તો મળવાનો છે : તો પછી ધર્મી કુટુંબ મળો.' જેમ અટવીમાં સાથીની જરૂર છે, પણ સાથી મળજો-લૂંટારો ન મળજો ! ઇષ્ટફળસિદ્ધિ સાથી જેવી છે અને અનિષ્ટફળસિદ્ધિ એ લૂંટારા જેવી છે; આ વાત બરાબર યાદ રહેવી જોઈએ. અસ્તુ. હવે ચાલો આગળ – લોકવિરુદ્ધ કાર્યોનો ત્યાગ :
“નોવિજ્યાગો” - આનું વિવરણ કરતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા લખે છે કે :
"लोकविरुद्धत्यागः - सर्वजननिन्दादिलोकविरुद्धानुष्ठानवर्जनम् ।"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org