________________
111.
- ૧૩ : મૌન ન રહે છતાં મુનિ - 13 – ૧૭૧ માંડ્યા છે. સામાન્ય સ્થિતિવાળા પણ શ્રી જિનમંદિર તો રાખી શકે. સોનાનું મંદિર રાખવું એવો કાયદો નથી; નાનો ગોખલો પણ ચાલે : પણ જરૂર હોય તો ને ? કહો ને તેવો પ્રેમ નથી, તેવું અર્થીપણું નથી.
પોતાની બુદ્ધિ મુજબ જ નહિ, પણ આગમની આજ્ઞા મુજબ ચાલો !પોતાની જ બુદ્ધિ મુજબ ચાલવાનો આગ્રહ તે કદાગ્રહ છે. આ કદાગ્રહ પર વિજય મેળવીએ ત્યારે માર્ગાનુસારિતા-તત્તાનુસારિતા આવે. એ પછી આવે છે. “ઇષ્ટફળ-સિદ્ધિ' :
"इष्टफलसिद्धिरभिमतार्थनिष्पत्ति ऐहलौकिकी,
ययोपगृहीतस्य चित्तस्वास्थ्यं भवति तस्माच्चोपादेयप्रवृत्तिः ।" ઇષ્ટફળ સિદ્ધિ : આ લોકસંબંધી અભિમત પદાર્થની નિષ્પત્તિ, જેનાથી ઉપકૃત બનેલાને ચિત્તનું સ્વાચ્ય થાય છે, અને તેનાથી ઉપાદેય એવા
મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ થાય છે.” માર્ગાનુસારિતા પછી ઇષ્ટફળ સિદ્ધિ આવે છે. કારણ કે, તત્ત્વમાર્ગે એટલે કે મોક્ષમાર્ગે આગળ વધતાં આવતાં અવરોધને દૂર કરી માર્ગે આગળ વધવા માટે ઇષ્ટફળ સિદ્ધિ આવશ્યક છે.
જે કોઈ તત્ત્વમાર્ગે ચાલે તેને પરમાત્માના પ્રભાવથી, ધર્મના પ્રભાવથી જે કાંઈ ઇહલૌકિક સામગ્રી મળે તે ઇષ્ટફળ સ્વરૂપ હોય, અનિષ્ટફળ સ્વરૂપ ન હોય. ઇષ્ટ ફળ અને અનિષ્ટફળ વચ્ચેના તફાવતને સમજો.
વિશુદ્ધ ધર્મના પ્રભાવે મળતી ઈહલૌકિક સામગ્રી તે ઇષ્ટફળ સ્વરૂપ હોય અને અશુદ્ધ ધર્મના પ્રભાવે મળતી ઈહલૌકિક સામગ્રી તે અનિષ્ટફળ સ્વરૂપ હોય છે.
ઇષ્ટફળ સ્વરૂપે મળેલી ઇહલૌકિક સામગ્રી મળ્યા પછી ઇહલૌકિક સામગ્રી પ્રત્યે આસક્તિનો જન્મ થતો નથી અને તત્ત્વમાર્ગમાં એટલે કે મોક્ષમાર્ગમા સહેલાઈથી આગળ વધી શકાય છે. જ્યારે અનિષ્ટફળ સ્વરૂપ ઇહલૌકિક સામગ્રી મળ્યા પછી તે ઇહલૌકિક સામગ્રી પ્રત્યે આસક્તિ, મમતા વગેરે જન્મે છે. અને તત્ત્વમાર્ગથી, મોક્ષમાર્ગથી આત્મા દૂર ફેંકાઈ જાય છે અને છેવટે દુર્ગતિમાં ચાલ્યો જાય છે.
ભૌતિક સુખોને ભોગવવાની વૃત્તિથી પ્રેરાઈને તે માટે કરાતું ધર્માનુષ્ઠાન અશુદ્ધ બને છે અને તેનાથી અનિષ્ટફળની સિદ્ધિ થાય છે. જ્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org