________________
૧૭૦ –
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૧
–
170
ધર્મ પામવા માટે પણ ધર્મના અર્થીપણાનો ગુણ જોઈશે. ત્યાં જ વાંધો છે. બરાબર અર્થીપણું આવી જાય પછી વાંધો નહિ રહે.
સભા : વાંધા ક્યાં ?
વાંધા બતાવીશ તો ભારે પડશે ! પહેલાં સાંધા સમજો, પછી વાંધા બતાવીશ. દરજી કપડા પર કાતર મૂકે છે ત્યારે તમે બૂમ નથી મારતા, કારણ કે ત્યાં તમને સાંધાની કિંમત છે ! તાકો પહેરીને નીકળો તો કોઈ ગમાર કહે અને સીવેલું પહેરીને નીકળો તો પોઝીશન જળવાય એમ સમજો છો. અહીં વાંધા એક-બે છે ? ગણના નથી. પહેલાં સાંધા સમજાય માટે જ પ્રાર્થનાસૂત્ર લીધું છે.
અહીં બે કલાક કહેવાયેલું પા કલાક પણ કટુંબને કહેવાનો અભિગ્રહ કરો, તમે પોતે એનું મનન કરો અને ત્યાં જઈને પણ એમને કહો કે “આજે આ આચારોનું વર્ણન થયું : એ આચારોને જીવનમાં ઉતારવા જોઈએ : જો ન ઉતારીએ તો મનુષ્યભવ હારી જઈએ. બે કલાકમાં જો આવો પા કલાક પણ તમારો ભળે, તો જુઓ કે કારતક સુદ પૂનમ સુધીમાં કેટલું પરિવર્તન થાય છે ! બે કલાકને બાવીસ કલાક ભૂંસી નાખે છે, પણ એનું મંડન પા કલાક કરો તો ચોથે દિવસે ચમત્કાર જણાય. તમારાં બાળકો પણ કહેશે કે “બાપાજી ! આ ન થાય, રાતે શું કહેતા હતા ? દૂધ ખાતર પણ આ ન થાય.' નોકર પણ શેઠને કહે કે “આ હોય ?' એ વખતે, જ્યારે સાંજે કટુંબ ભેગા બેસો, ત્યારે બધાએ સાધર્મિક તરીકે બેસવાનું. દીકરો બાપને પણ કહે : બાપ દીકરાને પણ કહે : દબાવાનું નહિ. આઠ દિવસ આમ વર્તશો તો તમારા ઘરમાં ચોકીદારો જાગશે. બધે તમને ટકોરા મારનારા જોઈએ. આમ કરવું છે કે હાજિયો જ ભણવો છે ? આમ વર્તે પછી જે સ્થિતિ થાય, તે વખતનું સઘળું અનેરું થશે : વસ્તુનો અભાવ નહિ રહે ત્યારે તો એમ થશે કે ક્યારે શુભ દિન આવે અને દીક્ષા લઉં! કુટુંબ પણ કહેશે કે ‘તમે નીકળો, અમે ઓચ્છવ કરીશું.” પણ તમને તો ભય જ ત્યાં છે ને ? વાત શેર કરવી જ નહિ, એ તમારો નિર્ણય છે. સારું લાગતું હોય તો વાત ઘેર લઈ ગયા વિના રહો ? મોટરમાં જતા હો ને સારી ચીજ ભાળો કે તરત નોકરને લાવવાનું કહો. ઘરમાં ફર્નિચર, ટેબલ, ખુરશી, ગાદી, તકિયા, હાંડી, ઝુમ્મર બધુંય છે, પણ શ્રી જિનમંદિર છે ? પૌષધશાળા છે ? સામાયિક આદિનાં સુંદર ઉપકરણો છે ? સંયમનાં ઉપકરણો છે ? છે ત્યાંથીયે નીકળવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org