________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૧
–
શકાય તેટલા પ્રમાણમાં ઉતારવા, શક્તિ મુજબ પ્રયત્ન કરવો એટલી જ અત્યારે આવશ્યકતા છે.
આ તીર્થમાં રહેનારે એક પણ અયોગ્ય વિચારને સ્થાન નહિ દેવું. દિવસોથી એ વાત હું કહી રહ્યો છું. સમ્યગ્દષ્ટિ આત્મા તે છે, કે જે અપરાધીનું પણ ભૂંડું ન ચિંતવે. આ ભાવનાને રોમરોમ પરિણાવવી જોઈશે : કારણ કે શ્રી જિનેશ્વરદેવના શાસનને પામ્યા પછી, એની આરાધનામાં એટલાં બધાં વિઘ્નો છે કે એ વિનોની સામે જે આત્મા અડગ રહે-એ વિઘ્નોને જીતે, તે જ આત્મા આ તીર્થને આરાધી શકે. જેનામાં આ કૌવત ન હોય, તે તીર્થને હારી પણ જાય. આ જિંદગીમાં હારી જઈ તીર્થ ગુમાવી દેવાય, તો અનંતા કાળે મળેલ માનવજિંદગી વ્યર્થ પ્રાયઃ બની જાય. આપણો ઇરાદો એ છે કે અનંતકાળે મળેલ માનવજિંદગી નિષ્ફળ ન જાય. આપણા સાથીઓ, આપણા પરિચયમાં આવનારાઓ, સહવાસમાં આવનારાઓ, ને આપણા પર વિશ્વાસ રાખનારાઓની પણ માનવજિંદગી નકામી ન ચાલી જાય, એ જ ઇરાદો છે. એ ઇરાદાની સરળતા માટે આપણામાં જેટલી તાકાત હોય, તે મુજબ શ્રી જિનેશ્વરદેવના શાસનને આરાધ્ધ જવાનું છે.
હવે ટીકાકાર મહર્ષિ આ આચારશાસ્ત્રના કહેનાર પરમર્ષિનો નામનિર્દેશ કરવા સાથે, તે કહેવાનો હેતુ અને પોતાની આજ્ઞાધીનતા આદિ દર્શાવવા ફરમાવે છે કે :
"आचारशास्त्रं सुविनिश्चितं यथा, जगाद वीरो जगते हिताय यः ।
तथैव किञ्चिद्वदतः स एव मे, पुनातु धीमान् विनयार्पिता गिरः ।।१।।" “જે ભગવાન શ્રી મહાવીરદેવે સુવિનિશ્ચિત આચારશાસ્ત્રને જગતના હિત માટે જે રીતે ફરમાવ્યું, તે જ રીતે કંઈક કહેતા એવા મારી | વિનયર્પિત વાણીને તે જ ધીમાન ભગવાન પવિત્ર કરો.'
આથી ટીકાકાર મહર્ષિ પોતાની કેટલી આજ્ઞાધીનતા બતાવે છે, એ વિચારો. ખરેખર, આવી જાતની આજ્ઞાધીનતા વિના કલ્યાણ થતું જ નથી. શ્રી જિનશાસનના જ્ઞાતા અને રસિક આત્માઓએ આજ્ઞાધીનતાને તો મૂર્ત સ્વરૂપ જ સમપ્યું છે અને એમાં જ તે મહર્ષિઓની ભવભીરુતા અને મુક્તિની કામનાનું અનુપમ દર્શન થાય છે. “યથેચ્છાચારીઓ માટે આ શાસન નથી' - એ આમાંથી ધ્વનિત થાય છે. પોતાની મહત્તામાં માનનારા' પણ આ શાસનના સારને પામી શકતા નથી, એ પણ આમાંથી ફલિત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org