________________
કડ
– ૫ : તીર્થની આરાધનાનો અવસર -- 5
-
પપ
ટીકાકાર મહર્ષિના એ કથન દ્વારા સમજી શકાય તેમ છે કે આ શ્રી આચારાંગશાસ્ત્રના કહેનાર ભગવાન શ્રી મહાવીરદેવ છે. એમાં કહેલા આચારો અતિશય નિશ્ચિત છે. જેનાથી જગતનું ભલું થાય એવા એ આચાર છે. જગતનું ભૂંડું થાય, જગતનું કોઈ પણ પ્રાણી દુઃખી થાય, જગતના કોઈ પણ આત્માને ક્લેશ થાય, જગતનાં પ્રાણીઓ આધિ, વ્યાધિ અને ઉપાધિના ફંદમાં ફસે, તે માટે આ શાસ્ત્ર નથી. પણ સઘળાનું ભલું થાય, કલ્યાણ થાય, સારું થાય, આ લોક અને પરલોકમાં સુંદર થાય, અહીં કે તહીં કોઈ દુઃખી ન થાય ને સદાને માટે અનંત શાંતિના ભોક્તા થાય, માટે આ આચારશાસ્ત્રનું વિધાન છે. એ ભાવનાવાળાએ આ આચારોને અમલમાં મૂકવા માટે, અનાદિકાળથી વળગેલી કુવાસનાઓને છોડવી જ જોઈએ. જે વસ્તુ કલ્યાણ માટે કહી, તે વસ્તુ જો આપણને ખટકે, એના પાલન માટે આપણો આત્મા શૂરવીર ન બને, તો સમજી રાખવું ઘટે કે એ દોષ, આ શાસ્ત્રના કહેનાર ભગવાન શ્રી મહાવીરદેવનો કે શ્રી ગણધરદેવનો કે ટીકાકાર મહર્ષિ શીલાંકસૂરિજીનો નથી, પણ એ દોષ આપણી જાતનો છે.
દરેક આત્માએ પોતાના આત્માનો, આત્માની શક્તિનો આત્માની નિર્બળતાનો. આત્મામાં રહેલા દોષોનો બહુ જ ગંભીરપણે વિચાર કરવાની જરૂર છે અને તો જ આચારાંગ શાસ્ત્ર ફળે નહિ તો આ આચાર એટલો બધો કઠિન, એટલો મુશ્કેલીથી બની શકે એવો, જીવનમાં ઉતારવો એટલો તો અગવડભર્યો છે કે પૂરતી મક્કમતા કેળવ્યા વિના, આત્માને મજબૂત બનાવ્યા વિના, આ આચાર-આ કથન-આ શ્રી વીરની વાણી હદયમાં ઊતરે તેમ નથી.
આપણને બધાને એ વાણી હૃદયમાં કેટલા પ્રમાણમાં ઊતરી છે ? એ શ્રી વીરની વાણીના સેવન માટે-રોમરોમમાં વાણીના પરિણમન માટે-એનું બને તેટલું સંરક્ષણ કરવા માટે, આપણામાં કેટલા પ્રમાણમાં તૈયારી આવી છે, તેનો રોજ વિચાર કરવો જોઈશે.
આ શ્રી જિનવાણીની આરાધનાથી અનંતા આત્માઓ મુક્તિએ ગયા છે, સંખ્યાબંધ આત્માઓ મુક્તિએ જાય છે, અને અનંતા આત્માઓ મુક્તિએ જશે. જે રીતે આરાધના કરીને તે આત્માઓ મુક્તિમાં ગયા, જાય છે અને જશે, તે રીત બતાવવા પણ, સમજવા પણ, સમજાવવા પણ, જાણે આ સમય યોગ્ય ન હોય એવી જાતના દેખાવ વર્તમાનમાં થઈ રહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org