________________
પક
–
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૧
–
56.
જે ભગવાન શ્રી મહાવીરદેવે કહેલું અને તે તારણહારના માર્ગે ચાલતા મુનિપુંગવોએ યથાશક્તિ આચરેલું, તે સાંભળવું, વિચારવું અને બતાવવું,-એમાં પણ મોટી મુશ્કેલીઓ ખડી કરવામાં આવે છે. એ ચીજ, જે આત્માને જીવનમાં ઉતારતાં મુશ્કેલ ન પડી, જે વસ્તુ જે આત્માઓએ આનંદપૂર્વક હૃદયમાં ઉતારી, જે વસ્તુને જે આત્માઓએ અમલમાં મૂકી, જે વડે સ્વાર કલ્યાણ સાધી જગતમાં દૃષ્ટાંતભૂત બન્યા, તે ચીજને વાંચવી, તે ચીજને જીવનમાં ઉતારનાર મહાપુરુષોના જીવનને સાંભળવું, એમાંય મુશ્કેલી ઊભી થાય એ આશ્ચર્યજનક નથી લાગતું?
આજ્ઞાનો અમલ કરવા નહિ ઇચ્છતા કેટલાક કહે છે કે “શ્રી તીર્થંકરદેવોએ કર્યું તે જ કરવું.” પણ એ કાયદો નથી. તે મહાપુરુષે કર્યું તે જ આપણે ન કરી શકીએ જે રીતે તીર્થપતિના આત્માએ પણ પૂર્વભવોમાં તીર્થમાર્ગ આરાધ્યો, તે રીતે નહિ આરાધી શકાય તો મુક્તિ મળશે, એવું તમારું અને મારું અંતર સાક્ષી પૂરે છે ? ના, અંતર તો કહે છે કે જે રીતે તીર્થપતિના આત્માએ આરાધ્યું તે રીતે આરાધીએ તો જ મુક્તિ થાય. આથી જ કહેવું પડે છે કે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞારૂપ આદર્શને બરાબર સન્મુખ રાખો !
ભગવાન શ્રી મહાવીરદેવે પ્રરૂપેલા સિદ્ધાંતોને આશા મૂકી યથેચ્છપણે વર્તવું અને સાધુ કે શ્રાવક તરીકે ઓળખાવવાની ઇચ્છા રાખવી, એ વ્યર્થ છે. સજ્જન સમાજ સમક્ષ તે ઇચ્છા દાંભિકતારૂપે જ ઓળખાય છે, એમાં કશો જ શક નથી. એ આજ્ઞારૂપ સિદ્ધાંતના આદર્શને આઘો મૂકીએ, તો આપણામાંથી આપણાપણું નાશ પામે છે ! આદર્શ સામે રાખી ઉપાસના કરવાની તો હજી તાકાત નથી. આપણે આ આરાધના માટેની તાકાતની વાત કરીએ છીએ, બીજી તાકાત માટે તો વાત જ કરવા માગતા નથી. એવી તાકાત અને મેળવી, છ ખંડની સાહેબી અનેક મેળવી, સમ્રાટપણું મેળવ્યું અને ખાલી હાથે ચાલ્યા ગયા. માટે એ તાકાતની જરૂરત નથી. તે તાકાત જોઈએ છે કે, જેના યોગે આ શાસ્ત્રને અખંડપણે સેવી શકીએ.
સેવા ભલે આપણાથી થોડી થાય, ભલે સઘળી આજ્ઞા જીવનમાં ન ઉતારી શકીએ, પણ સઘળા આજ્ઞાના આદર્શ તો કાયમ ખાતે સામે રહેવા જ જોઈએ. એ આદર્શ બધી રીતે સાચવવા તૈયાર રહેવું જોઈએ. તૈયારી ન હોય તો કયે રસ્તે જવું, તે અત્યારે મોટો, ભયંકર અને વિકટ પ્રશ્ન છે. હું એકલો જ આ વિચાર કરું તે થાય નહિ. આ આગમમાં એવી તાકાત છે કે ચોવીસે કલાક, અરે આખી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org