________________
વી
– ૫ : તીર્થની આરાધનાનો અવસર - 5 - ૫૭ જિંદગી શાંતિમાં રાખે : પણ વિનિયોગ ,-તમને પણ આના સ્વાદનાં બિંદુઓ દેવાં એના અંગેના વિચાર ચાલે છે. તમે તમારી કરણીનો ફરજનો વિચાર ન કરો, તો સામો આદમી એકલો વિચારે તેનું પરિણામ શું ? આ વિચાર કરવા બધું ભૂલી જવું પડશે. આ શાસ્ત્રને જ હૃદયમાં સ્થાપવું પડશે. હૃદયમાં સો વસ્તુ બીજી અને એક આ, તો એ ન ટકે. સો વસ્તુનો હુમલો આ એક પર ! એમાં એક દબાય એમાં નવાઈ શી ? બધી વસ્તુ કરતાં આ કીમતી છે, એ તમારા જિગરમાં બરાબર કોતરાઈ જવું જોઈએ ! તો જ માર્ગ સહેલો થાય. માત્ર “હાજી-હાજી' કરો તો માર્ગ સહેલો ન થાય. “હાજી” તેનું નામ કે, આ વાત રગેરગે પરિણામ પામવી જોઈએ-જીવનમાં નિયત થવી જોઈએ. “જીવતાંયે આનું શરણું અને મરતાંયે આનું શરણું - એમ હૃદયપૂર્વક મનાવું જોઈએ. ના વીરાય' સૂત્રનાં અદ્ભત રહસ્યો:
દરરોજ નય વીયરાય'માં પ્રભુ પાસે શાની પ્રાર્થના કરો છો ? આ નય વરીય' જે શ્રાવક રોજ બોલે છે, તે દરેકના હૃદયમાં એ પ્રાર્થનાસૂત્રનું રહસ્ય ઠસી જાય અને દરેક જો એ પ્રાર્થનાસૂત્રના મર્મને સમજી જાય, તો આ શાસ્ત્ર સમજતાં-સમજાવતાં આટલી બધી મહેનત પડે જ નહિ. પણ એ સૂત્ર દ્વારા કરવામાં આવતી પ્રાર્થના નથી સમજાતી, વીતરાગ નથી ઓળખાતા એ સમજાઈ નથી-એ ઓળખાયા નથી. જેની આટલી આટલી સેવા કરી તેનું સ્વરૂપ નથી ઓળખાયું, ઓળખવાની ભાવના પણ તેવી નથી જાગી. એથી જ આટલી બધી નિર્બળતાએ ઘર કર્યું છે. એ નિર્બળતાએ છાતી પર મોટી શિલા ગોઠવી છે, કે જે શિલા ઉઠાવવાની અત્યારે તાકાત રહી નથી. એક નય વીરાય' દ્વારા કરવામાં આવતી પ્રાર્થના, જો બરાબર વિચારાય તો શું બાકી છે ?
નય વીરાય નાટ્ટ', હે જગદ્ગુરુ વીતરાગ ! તું જય પામ!' જે વીતરાગને જગતના ગુરુ માનીએ, તે પુણ્યપુરુષની આજ્ઞા સિવાય બીજે કેમ જઈએ ? તે તારકની આજ્ઞા વિના જિવાતા જીવનમાં આનંદ કેમ રહે ? એની આજ્ઞાના એક એક શબ્દ તમારા કાળજાં કોરાવાં જોઈએ.
જે વખતે “જય વીયરાય' બોલાય, ત્યારે જો એ બરાબર વિચારાય-મનનપૂર્વક હૃદયમાં વિચારાય, હાથ ઊંચા રાખી સામી દૃષ્ટિથી બોલાય, તો ખરેખર આંખમાંથી આંસુ ટપકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org