________________
૫૮
-
-
-
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ -
--
58
હે વિતરાગ ! તું જયવંતો રહે. તું જયવંતો છે, ત્યાં સુધી જ હું જીવતો છું. જે દિવસથી તારો જય ગયો, ત્યારથી મારો ક્ષય. એમનો જય જવાનો નથી : એમનો ક્ષય નથી. એ તો પહોંચી ગયા, પણ એના શાસનની-એની આજ્ઞાની જયવંતી સ્થિતિ બરાબર જીવતી રાખવાની ફરજ આપણી છે. જો આપણે જીવવું હોય તો આપણી એ અનિવાર્ય ફરજ છે જ : જે દિવસથી એની જય બંધ થઈ, તે દિવસથી આપણે જીવતાં છતાં ન જીવતા જેવા જ છીએ. તમે તો રોજ કહી રહ્યા છો કે હે જગદ્ગુરુ વીતરાગ ! જયવંતા હો ! આ કથનમાં ભાવના તો એ જ ને કે તારા જય વિના અમારો જય કોઈ કાળે થવાનો નથી.
ત્રીસ અકર્મભૂમિમાં, છપ્પન અંતરદ્વીપમાં, મનુષ્યોની કાયા મોટી, બળ ઘણું, આયુષ્ય લાંબું, કષાયો થોડા, તોય તેમની મુક્તિ નથી થતી અને અહીં શરીર નાનું, આયુષ્ય નાનું, ને કષાયો ઘણા તોય મુક્તિ થઈ શકે છે. ત્યાં અસિ, મસિ, કૃષિ નથી તોય મુક્તિ નહિ, અહીં એ ત્રણે છતાં સિદ્ધિપદે જઈ શકાય. આનું કારણ શું ? માત્ર વીતરાગ જ્યાં જયવંતા વર્તે છે, ત્યાં મુક્તિ અને મુક્તિનો માર્ગ : જ્યાં તે નથી ત્યાં મુક્તિ પણ નથી, અને મુક્તિનો માર્ગ પણ નથી ! ત્રીસ અકર્મભૂમિમાં અને છપ્પન અંતરદ્વીપમાં મનુષ્યો મોટી કાયાવાળા, ઘણા બળવાળા, અસંખ્યાત વર્ષોના આયુષ્યવાળા, કષાયો મંદ, જ્યાં અસિ, મણિ, કૃષિનો વ્યાપાર નથી, ત્યાંથી બહુ બહુ જાય તો દેવલોક જાય : જ્યારે આ કર્મભૂમિમાં અસિ, મસિ ને કૃષિના વ્યાપાર છે, કષાયો ધોધમાર ચાલે છે, ત્યાંથી અમુક કાળે ઠેઠ સિદ્ધિપદે પણ જઈ શકાય છે : અને આજે પણ મુક્તિમાર્ગને આરાધવાની સામગ્રી મળી શકે છે, એનું કારણ શું ? એ જ કે જગદ્ગુરુ વીતરાગ જયવંતા વર્તે છે. માટે ભાગ્યવાનો ! જાત કરતાં પણ વીતરાગના જયને પહેલો ઇચ્છજો. એના જય આગળ, આ જાતની હિંમત કાંઈ ન ગણજો. હૃદયના ભાવને સમજી શકો છો ને ?
બજારમાંથી કાપડ લેવું હોય તો તેની પરીક્ષાશક્તિ તમારામાં છે, શાક તાજું છે કે વાસી છે વગેરેની પરીક્ષા આવડે છે : દુનિયાદારીના પદાર્થો ખરીદવાની આવડત છે. એ પરીક્ષક બુદ્ધિ અને આવડત અહીં કામમાં આવી જાય તો કામ થઈ જાય. એક દિવસ હડતાળ પડે અને ગામમાં શાક-દૂધ આદિ ખાદ્ય પદાર્થો ન મળે તો તમે શું કહો? અમારાથી જીવાય નહિ!તો પછી આના વિના-આ શાસ્ત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org