________________
૧૩ : મૌન ન રહે છતાં મુનિ - 13
વાણીને રોકે, સાવદ્ય વચન ન બોલે, પણ જો લાભકારી ભાષા ન બોલે, તો વાગુપ્તિ એ વસ્તુતઃ વાગગુપ્તિ નથી. રક્ષક રક્ષા નહિ કરે તો ભક્ષક કરશે ? કલ્પી લ્યો કે ‘ધર્મના સિદ્ધાંતનો વિપ્લવ થાય તે પ્રસંગે મુનિ મૌન રહે અને તમને ફુરસદ નહિ !' ત્યારે આનો પાલક અને રક્ષક કોણ ? મુનિ મૌન ભજે, ગૃહસ્થ ઘર ભજે, તો પછી આ ધર્મને ભજે કોણ ? માટે તો કહ્યું કે ‘ગમે તેવી સમતાવાળો, ગમે તેવો સ્થિર, ગમે તેવો શાંત, ગમે તેવો તપસ્વી પણ, આવા વખતે-ધર્મધ્વંસ થતો હોય, ક્રિયાનો લોપ થતો હોય, સિદ્ધાંતના અર્થનો વિપ્લવ (નાશ) થતો હોય, તે વખતે જોયા ન કરે : કોઈ ન પણ પૂછે, તો પણ નિષેધ કરે. જરૂ૨ એ વખતે એ બોલે જ. છતી શક્તિએ એમ ન કરે તો વિરાધક દશા પામે !
167
:
પૂર્વાચાર્યોએ જો આજે કહેવાય છે તેવી શાંતિ પકડી હોત, તો આજે આ ન હોત. એ વખતે તો બહુ વિષમતા હતી, આ કાલ તો એટલો સુંદર છે કે ન આરાધે તેનું કમભાગ્ય ઃ આ કાળમાં ભગવાનના સિદ્ધાંતનો પ્રચાર ન કરે તે નિર્જાગી છે ઃ સ્થિતિ-સંયોગ ચાહે એવા માનો, પણ સિદ્ધાંતના પ્રચાર માટે એવા અનુકૂળ છે કે ન પૂછો વાત. અમુક સમયે તો આ બહાર મૂકવામાં પણ તકલીફ હતી. એક વખતે રાજ્યની સ્થિતિ કઈ હતી ? મોંના કાયદા હતા : પ્રજાની અને રસ્તાની, બધી સ્થિતિ વિકટ હતી. આજે તો સામાની ભાવના ગમે તેવી હોય, પણ કાયદાની કલમનો ટેકો ન હોય, તો એની બધી ભાવના ધૂળમાં મળી જાય. એ વખતે તો જબાન એ કાયદો હતો.
૧૬૭
પૂર્વે મંદિરમાં ઘંટ વગાડવા ભારે હતા : શિખર ચડાવવાનું ભયંકર હતું : મૂર્તિઓ સાચવવી મુશ્કેલ હતી : વસ્તુ બોલાવી કઠિન હતી : સાધુપણું કે સાધ્વીપણું પાળવું, એ પણ દુષ્કર હતું : છતાં એ સ્થિતિમાં પણ મહાપુરુષોએ સત્ય વસ્તુને જીવંત-વ્યાપિની રાખી છે. આપણે માટે તો એવા સુખનો જમાનો છે કે અત્યારે ન આરાધાય તો કહેવું જોઈએ કે ‘કમાણી ધૂળ મળી ગઈ.’ નળિયું ખખડવાથી ભડકવા જેટલા સત્ત્વહીન બનીએ, તો કહેવું જોઈએ કે ધર્મ માટે લાયક જ નથી.’ એ વખતે તો પૂરી શક્તિવાળો ધર્મી તરીકે જીવી શકતો ને આજે તો થોડી શક્તિવાળો પણ ધારે તો ધર્મી તરીકે જીવી શકે છે.
સભા : સાધનો અનુકૂળ છે ?
નહિ, સાધનો અનુકૂળ છે એમ તો નહિ જ. ઘણાં સાધનો તો ભયંકર છે, પણ આરાધનાર ધારે તો સાધનોનો સદુપયોગ કરી શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org