________________
૧૭૮
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
સભા : મારો પણ એ જ આશય છે.
સારી વાત. પણ આશયને અનુરૂપ બોલતા થાઓ ! શ્રી જિનેશ્વરદેવના માર્ગને પામ્યા પછી, ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા તો કહે છે કે ‘કલિકાળમાં જન્મેલા અમે, મૂળમાં ખામીવાળા અમે, હુંડાવસર્પિણી કાળનો દોષ પણ અમારા માથે, એવા નાથ વિનાના અમને, હે ભગવન્ ! જો આ વસ્તુ ન મળી હોત, તો અમારું શું થાત ?' એની રક્ષા માટે કમી હોય ? એ મહાપુરુષે આ શાસનની સેવા કરવામાં કશી જ કમી રાખી નથી. આ શાસનના ધુરંધર સૂરિપુરંદરો પણ આગમની આજ્ઞામાં જ પોતાનું અને પરનું આત્મશ્રેય સમજતા. આવા એક સમર્થ જ્ઞાની પણ પોતાની મતિ ઉપર મદાર નહોતા બાંધતા અને જગતના શ્રેય માટે શાસ્ત્રીય સત્યનો જોસભેર પ્રચાર કરતા ! એ પ્રચારમાં અશાંતિના પ્રચારની શંકા કરવી, એ પોતાની જાત ઉપર શંકા કરવા બરાબર છે : અને વાત પણ ખરી છે કે ‘જ્યાં શુભ વસ્તુ હોય, શુભ કથન હોય, સામાના હ્રદયમાં ઉતારવાની ઉત્તમ ભાવના હોય, એમાંથી અશાંતિ નીકળે ક્યાંથી ?' પાખંડી ધર્મ નહોતા પામતા, એમાં દેશનાની ખામી હતી ?
168
ભગવાન તો અતિશયસંપન્ન હતા : એમની વાણીમાં પણ અતિશય હતો કે પોતે બોલે એક ભાષામાં, પણ સૌ સમજે પોતપોતાની ભાષામાં : તિર્યંચો તિર્યંચની ભાષામાં સમજે ઃ સૌ સૌની ભાષામાં સમજે.' સમકાળે સર્વના સંશય છેદે. જાતિવૈરવાળાં પ્રાણીઓ પણ મિત્ર જેવાં બને. કષાયથી ધમધમતા આવે, તે પણ ત્યાં આવીને શાંત બની જાય ! પણ જ્યાં સુધી એક વાર દુષ્ટ ભાવના જાય નહિ, ત્યાં સુધી પેલી સારી વસ્તુની છાયા તેના ઉપર પડે નહિ.
Jain Education International
મિથ્યાત્વ એ મળ છે, ઝેર છે : સારામાં ખોટાની બુદ્ધિ ને ખોટામાં સારાની બુદ્ધિ, એ મિથ્યાત્વ : મિથ્યાત્વ એ મોટો મળ છે, દોષ છે : આથી એ દોષને દૂર કરવા માટે અને જેનામાં તે દોષ ન હોય તેને તે દોષથી બચાવવા માટે, સત્યનું એટલે કે હિતકર વસ્તુનું પ્રકાશન અવશ્ય કરવું જ જોઈએ. હિતકર વસ્તુ કહેવામાં પૂર્વાચાર્યોએ કદી જ મોન સેવ્યું નથી. જો એવું મોન તે પરમર્ષિઓએ સેવ્યું હોત, તો આજે આપણી પાસે આટલું પણ ન હોત. માટે હિતકર વસ્તુના નાશ વખતે તો ‘મોન-મોન’-એમ કરવું તે પાલવે જ નહિ. એ વખતે મોન, મુનિને તથા મુનિપણાના અર્થીને ઘટે નહિ.
માર્ગાનુસારિતા ક્યારે આવે ?
અસદાગ્રહ અથવા દુરાગ્રહ તજે એટલે માર્ગાનુસારિતા આવે : માર્ગાનુસારી
For Private & Personal Use Only
www.jainelibrary.org