________________
૨૪૯
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
-
-
24
નાથ તરીકે ધર્મ તો જાગતો જ હોય છે. માયાપ્રધાન સ્ત્રીના વિશ્વાસથી, તારો નાશ કરનાર મારાથી બીજો કોઈ પાપી નથી. પણ ખરી રીતે મારી પાસે આ પાપ તો તેં જ કરાવ્યું છે. તે પુરુષ ! મેં વારંવાર પૂછ્યું છતાં પણ તું તે વખતે ન બોલ્યો.” આ પ્રમાણે કહેતાં રાજાએ હાથીની ઉપર બેસાડી, પોતાના મકાને લઈ જઈ, સ્નાન કરાવી, ચંદનથી વિલેપન કરાવી અને વસ્ત્ર, અલંકાર આદિ પહેરાવી, રાત્રિની હકીકત પૂછી અને શ્રી સુદર્શન શેઠે સત્ય હકીકત કહી. આથી રાણી પ્રત્યે ક્રોધ પામેલો રાજા, રાણીનો નાશ કરવા તૈયાર થયો, પણ શ્રી સુદર્શન શેઠે રાજાના ચરણમાં શિર મૂકી તેમ કરતાં રાજાને અટકાવ્યો. આ પછી ન્યાયશીલ રાજાએ શ્રી સુદર્શન શેઠને હાથી ઉપર બેસાડી, મોટી ઋદ્ધિ સાથે નગરની અંદર ફેરવીને પોતાને ઘેર મોકલ્યા. રાણીએ ગળે ફાંસો ખાઈ પ્રાણનો ત્યાગ કર્યો અને ધાવમાતા ભાગી ગઈ તથા મનોરમા સતીએ પણ કાયોત્સર્ગ પાર્યો. આપણો મુદ્દો એ છે કે “પરમશીલસંપન્ન શ્રી સુદર્શન શેઠની ધર્મવૃત્તિ અને
ખ્યાતિ કેવી ? “જય વિયરાયમાં આપણે ક્યાં સુધી આવ્યા?
“મનāો"થી આરંભીને “તદ્વયસેવા મવમg"-સુધીની પ્રાર્થનાને બરાબર સમજનારો આત્મા અને હૃદયથી અવિચ્છિન્નપણે એવું ઇચ્છનારો આત્મા પાપથી કંપ્યા વિના રહે જ નહિ. પછી યાવતું મુક્તિ ન થાય ત્યાં સુધી માગ્યું કે “હે વિતરાગ ! તારા શાસનમાં જો કે નિયાણાનો નિષેધ છે, તો પણ મને ભવોભવ તારા ચરણની સેવા હો.... કારણ કે એ નિયાણું કાંઈ પાપરૂપ નથી, પણ લાભરૂપ છે. આ પછીની માગણી કરતાં આ પ્રાર્થનાસૂત્રમાં કહેવાય
"दुक्खक्खओ कम्मक्खओ, समाहिमरणं च बोहिलाभो अ।
સંપન્નર મદ , તુદ નાદ : પમરને ” હે નાથ ! આપને પ્રણામ કરવાથી મને-“દુઃખોનો ક્ષય, કર્મોનો ક્ષય, સમાધિમરણ અને બોધિનો લાભ'-આ ચાર વસ્તુની પ્રાપ્તિ હો.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org