________________
245 – – ૧૮: શીલનો પ્રભાવ અને સુદર્શન શેઠ! - 18–– ૨૪૫ વાત જણાવી. આથી રાજા પણ ત્યાં આવ્યા અને અભયાને પૂછ્યું : અભયા રાણીએ પોતાને ફાવતી વાતો કરીને, શ્રી સુદર્શન શેઠ ઉપર બળાત્કાર કરવાનો ભયંકર આરોપ મૂક્યો. શ્રી સુદર્શન શેઠની ખ્યાતિથી પરિચિત રાજાએ પણ –
“અસ્મિ રૂદં સમાવ્ય”
આ મહાપુરુષમાં આ ન સંભવે.” -એમ માનીને ઘણી વાર શ્રી સુદર્શન શેઠને પૂછ્યું, પણ દયાથી શેઠ કંઈ બોલ્યા નહિ. આથી રાજા પણ શંકિત થયો અને માન્યું કે “બોલતો નથી માટે દોષિત હોવો જોઈએ, એમ સંભવે છે.' તરત હુકમ કર્યો કે “આખા નગરમાં આના દોષની પ્રસિદ્ધિ કરી પાપીને મારી નાખો !' આથી આરક્ષકોએ તેને ઉપાડ્યો અને એને મુખ ઉપર મશી ચોપડી ગધેડે બેસાડ્યો. છત્ર તરીકે માથે સૂપડું ધર્યું - વગેરે વગેરે કરી નગરમાં ઉદ્ઘોષણા કરી કે “આમાં રાજાનો દોષ નથી, પણ અંતઃપુરમાં અપરાધ કરવાનો આ પાપીનો દોષ છે, માટે આનો વધ કરવામાં આવે છે.' શ્રી સુદર્શન તો મૌન જ છે. લોકોમાં પણ એ જ હાહારવ થયો કે –
“ પુરું સર્વથાર્થત-રોદ ગવરીદશ " “આ કોઈપણ પ્રકારે યોગ્ય નથી અને આ પુણ્યપુરુષમાં આવું સંભવતું નથી.”
આ પછી આરક્ષક પુરુષોથી ભ્રમણા કરાવાતા શ્રી સુદર્શન પોતાના ઘર આગળ આવ્યા અને મહાસતી મનોરમાએ પોતાના પતિને જોયા તથા વિચાર્યું કે “મારા પતિ સદાચારી છે, દોષ સંભવિત નથી, પણ મારા પતિને જરૂર પૂર્વના કોઈ અશુભનો ઉદય આવ્યો.” આથી તે મહાસતીએ પણ અભિગ્રહ કર્યો કે “પોતાની આપત્તિ ન ટળે ત્યાં સુધી ચારે આહારનો ત્યાગ ! અનશન !એમ કરી કાયોત્સર્ગ અંગીકાર કર્યો. પતિ ઉપર પત્નીનો કેવો વિશ્વાસ ? આવો વિશ્વાસ પરસ્પર ક્યારે જામે ? આચારશુદ્ધિ હોય તો ને ?
આ બાજુએ આરક્ષક પુરુષોએ શ્રી સુદર્શન શેઠને શૂળી ઉપર ચડાવ્યા. શૂળી પણ આ મહાત્માના પ્રભાવથી સુવર્ણકમળના આસનપણાને પામી. શ્રી સુદર્શનનો વધ કરવા માટે તીક્ષ્ણ તલવાર ચલાવી, તે પણ શીલશાલી તે શ્રેષ્ઠીના કંઠમાં પુષ્પમાલા થઈ ગઈ. આ જોઈને ચકિત થઈ ગયેલા આરક્ષકોએ રાજાને વિનંતિ કરી. રાજા પણ હાથિણી ઉપર બેસીને શ્રી સુદર્શન શેઠ પાસે આવ્યો અને તેને ભેટી પડીને કહ્યું કે “હે શ્રેષ્ઠિનું! તું તારા પ્રભાવથી વિનાશ નથી પામ્યો, બાકી મેં પાપીએ તો નાશ કરી જ નાખ્યો હતો. ખરેખર, અનાથ એવા સત્પરુષોના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org