________________
૨૪૪ ––– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
-
244
આ વખતે પંડિતાએ અભયારાણીને કહ્યું કે “કદાચ આજે તારા મનોરથ પૂરા થાય તો થાય, માટે આજે તું પણ ઉદ્યાનમાં જતી નહિ !' રાણી પણ માથાની પીડાનું નિમિત્ત કાઢીને ઉદ્યાનમાં ન ગઈ. કેટલું અને કેવું કપટ રચવું પડે છે ? રાણી ન ગઈ અને રાજા ગયા.
અહીં સુદર્શન પણ રાત્રે શૂન્ય ચોરામાં કાઉસગ્ગ ધ્યાનમાં ઊભા રહ્યા છે. ધાવમાતાએ કપટપ્રબંધ શરૂ કર્યો, કારણ કે ચોકીદાર તો હોય ને ! એટલે પહેલાં તો જુદી જુદી મૂર્તિઓ લાવવા અને લઈ જવા માંડી અને કહ્યું કે રાણીજી જઈ શક્યાં નથી, તો તેઓ અહી દેવતાનું આરાધન કરશે.” આ રીતે બે-ત્રણ વાર કર્યા પછી જ્યારે ચોકીદારોની ઉપેક્ષા જોઈ, કે શ્રી સુદર્શનને વાહનમાં બેસાડી અને વસ્ત્રથી ઢાંકીને લાવી રાણીની પાસે ઊભો રાખ્યો.
રાણીએ દીન મુખે ઘણી ઘણી પ્રાર્થના કરી, પરંતુ શ્રી સુદર્શન તો પોતાના કાયોત્સર્ગમાં નિશ્ચલ જ રહ્યા. આથી ફરીથી પણ રાણીએ સમજાવ્યા અને શરીરની સાથે આલિંગનાદિ કરવા લાગી. તે છતાં પણ આ મહાપુરુષ જરા પણ ચલિત ન થયા અને અભિગ્રહ કર્યો કે “જો હું આ ઉપસર્ગમાંથી છૂટું તો જ કાયોત્સર્ગ પારું, નહિ તો મારે અનશન છે.' એટલે કે બોલવું ચાલવું બધું જ બંધ. આ પછી રાણીએ જેમ જેમ કદર્થના કરી, તેમ તેમ તેઓ પોતાના ધ્યાનમાં સ્થિર થવા લાગ્યા. રાણીએ આખી રાત્રિ પર્યત થઈ એટલી કદર્થના કરી, પણ રાણીનું કંઈ વળ્યું નહિ : છેવટે પ્રભાતકાળ થવા આવ્યો : રાણીએ જ્યારે જાણ્યું કે “કંઈ વળે તેમ નથી અને હમણાં રાજા પણ આવી પહોંચશે, માટે જે નવાજૂની કરવી હોય તે કરી લેવી.' તરત પોતાના હાથે પોતાના શરીર ઉપર નખોના ઘા કર્યા અને બૂમ મારી કે “આ કોઈ મારા ઉપર બળાત્કાર કરે છે.” આથી સંભ્રાન્ત થયેલા દ્વારપાળો દોડી આવ્યા અને કાયોત્સર્ગમાં રહેલા શ્રી સુદર્શનને જોયા અને વિચાર્યું કે :
“અસ્મિત્ત સન્મતિ પત”
“આ શ્રી સુદર્શન શેઠમાં આ સંભવતું નથી.” શ્રી સુદર્શન શેઠ અને મહાસતી મનોરમાની નિચ્ચળતા :
શ્રી સુદર્શન શેઠની કેવી ખ્યાતિ ! સેવક રાણીના, છતાં પણ રાણીનું માનવા તૈયાર નથી. રાજાના દ્વારપાળો પણ શ્રી સુદર્શનને ખરાબ માનવા તૈયાર ન હતા. દ્વારપાળોએ પોતાની ફરજને અદા કરવા માટે રાજાને આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org