________________
24૩
- ૧૮ : શીલનો પ્રભાવ અને સુદર્શન શેઠ ! - 18
– ૨૪૩
પરનું રત્ન લેવાનો પ્રયત્ન શક્ય, પણ સુદર્શનનું શીલ ખંડવાનો પ્રયત્ન શક્ય નથી. જો કે ફણીધરનો મણિ પણ શક્ય નથી, છતાં કોઈ બળવાન ધારે તો લાવી શકે, પણ સુદર્શનના શીલને ખંડિત કરવાનો પ્રયત્ન કેવળ અશક્ય છે.આ પ્રમાણે સાંભળી રાણી તો ગાભરી બની ગઈ, પણ જો તે કામ ન થાય તો અગ્નિમાં પ્રવેશ કરવાની પ્રતિજ્ઞા છે એટલે થાય શું ? એટલે તે “અભયા” ધાવમાતાને કહે છે કે,
“ગમે તેમ થાય, પણ એકવાર તું ગમે તે રસ્તે એને અહીં લાવ, પછી હું જોઈ લઈશ.”
ધાવમાતા અંતે તો એને આધીન છે ને ? એણે કહ્યું કે “એક રસ્તો છે : પર્વતિથિએ એ પૌષધ કરે છે અને રાત્રે કોઈ પણ સંયોગ વગરના શૂન્ય મકાનમાં કાયોત્સર્ગ ધ્યાને રહે છે. એ વખતે ઊંચકીને લવાય, પરંતુ એ કંઈ સમજાવીને કે ભોળવીને લવાય તેમ નથી.” શ્રી સુદર્શન શેઠની નિશ્ચલતાઃ - સુદર્શન શેઠ તો પર્વતિથિએ રાત્રે પૌષધ કરતા, પણ તમે શું કરો ? શનિવાર હોય તો નાટક જુઓ. તે દિવસે તો નવો ખેલ, ખાસ ખેલ હોય ને! સુદર્શનને પકડી જવાની યોજના રચાય છે, પણ તમને પકડી જવા પડે તેમ નથી. તમે તો દોડ્યા જાઓ. પતાસાંથીયે તમે તો પલળી જાઓ. પૈસા ખાતર કુદેવ, કુગુરુ કે કુધર્મની સેવામાં જતાંયે વાર નહિ : તૈયાર. સ્વાર્થ ખાતર ગમે ત્યાં જવામાં વાંધો નહિ. અર્થ-કામના રસિયાને અહીંથી ખસેડતાં-ધર્મથી પરામુખ કરતાં વાર કેટલી ? રાજાની રાણી તૃષ્ટમાન થાય તો જતાં વાર લાગે ? પણ શ્રી સુદર્શન શેઠને એની કિંમત નહોતી. ચક્રવર્તીની રાણી હોય તો પણ શું ? તેમને પોતાના ધર્મની કિંમત હતી. જ્યારે શ્રી સુદર્શન પોતાની સાધનામાં લીન હતા, ત્યારે અભયાના આગ્રહથી ધાવમાતા તેને ફસાવવાની યોજનામાં હતી !
કેટલાક દિવસો પછી કૌમુદી મહોત્સવ આવ્યો અને તે જ દિવસે ચોમાસી પર્વ હતું. રાજાએ આખા નગરને એ ઉત્સવ ઊજવવાની આજ્ઞા કરી, પણ શ્રી સુદર્શને અનુમતિ મેળવી અને ભક્તિપૂર્વક શ્રી જિનેશ્વરદેવની સ્નાત્ર-વિલેપન આદિ પૂજા કરી ચૈત્ય પરિપાટી કરી અને રાત્રિએ પૌષધ અંગીકાર કરી, નગરના કોઈ શૂન્ય ચોરા ઉપર કાયોત્સર્ગમાં રહ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org