________________
૯ : ભાવનાનું મહત્ત્વ 9
બહાર નીકળે ત્યારે કેવો હોય ? એના વિચાર કેવા હોય ? ભલે પરિણામ અથવા પ્રવૃત્તિ ન હોય, પણ ભાવના તો જોઈએ ને ? પ્રવૃત્તિ પણ ન હોય, પરિણામ પણ ન હોય અને ભાવના પણ ન હોય ત્યારે હોય શું ? પ્રવૃત્તિ અને પરિણામ ન હોય તે નિભાવાય, પણ ભાવના ન હોય એ કેમ નિભાવાય ? ભાવના થાય ત્યારે આત્મા એકાકાર થઈ જાય.
105
ઉત્તમ ભાવનાવાળાથી પાપક્રિયા થઈ પણ જાય, પરંતુ ત્યાં એ રાચેમાચે નહિ : એ ક્રિયાની એ પ્રશંસા તો કરે જ નહિ : ચોવીસે કલાક હૃદયમાં તો ડંખ્યા જ કરે. ગૃહસ્થ અને સાધુની સ્થિતિ જુદી જ છે, પણ જે યોગ છે તે ભાવનાને આભારી છે. પ્રવૃત્તિ અને પરિણામ તો એક નહિ, પણ ભાવનાએ એક ન હોય તો મેળ મળે શી રીતે ? બે અલગ ચીજને જોડનાર કોઈ ચીજ જોઈએ કે નહિ ? કાગળ પર ટિકિટ ચોડવી હોય તોયે ગુંદર જોઈએ છે ને ? તમને અને અમને જોડનાર ભાવના ! તે ન હોય તો તમારે ને અમારે મેળ મળે ? ભેગા રહેવાય ? તમારે અમારે કાંઈ નાતજાતનો કે લેવડદેવડનો સંબંધ છે ? ભાવનાના યોગે આપણો સંયોગ ગોઠવાયો છે. જો ભાવના ખસી જાય તો કોઈ પણ ભોગે આપણા બેનો યોગ ન પાલવે.
૧૦૫
પ્રાર્થનાસૂત્રમાં એવી ગોઠવણી છે કે ત્યાં પ્રાર્થના કરી આવેલો અહીં એકતાન થયા વિના રહે જ નહિ, ધર્મ હૃદયમાં વસ્યા પછી-ધર્મ હૃદયમાં ઊતર્યા પછી, બીજી ભાવનાઓ તો સ્વયં નાશ પામે. વાંધો એ છે કે વસ્તુનો ભાવ જે પ્રમાણમાં હૃદયમાં ઊતરવો જોઈએ તે ઊતરતો નથી. કહેનારા કહે ખરા કે ‘ધર્મ એ જ શરણ, ધર્મ એ જ આધાર, ધર્મ વિના જગતમાં બીજો આધાર નથી’ - પણ આ બધું પ્રાયઃ હોઠે રહે છે, પણ હૈયે નથી ઊતરતું : એની જ આ બધી વિટંબણા છે.
ધર્મ વિના કોઈ સામગ્રી મળે નહિ, મળે તો ટકે નહિ, કદાચ ટકે તો તે સુખ આપતી નથી, માટે-‘જીવતાંયે શરણ તો ધર્મ જ અને મરતાંયે શરણ તો ધર્મ જ !' – એ સમજાય, એ બરાબર હૃદયમાં ઠસી જાય, તો ધર્મ સિવાય બીજે જે પ્રેમ બંધાયો છે, તે બધો પ્રેમ ધર્મ તરફ ઢળે અને એમ બને તો આત્માની ઉચ્ચ
દશા પ્રાપ્ત થાય.
શુદ્ધ પરિણામ થવાં એ મુશ્કેલ અને થાય તો ટકવાં મુશ્કેલ, માટે જ શુદ્ધ પરિણામ થાય તો તરત તે પરિણામને અનુસરતી પ્રવૃત્તિ કરી દેવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org