________________
૯ઃ ભાવનાનું મહત્ત્વ
શુભ વિચારનો અમલ શીધ્ર થવો જોઈએ :
ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજ મંગલાચરણમાં તીર્થની પ્રશંસા કરતાં કહી ગયા કે તીર્થ હંમેશ જયવંતુ વર્તે છે : કારણ કે એમાં એક પણ અયોગ્ય વિચારને સ્થાન નથી, તેમજ એક પણ સદ્વિચારનો બહિષ્કાર નથી. એના સિદ્ધાંતો અનેક અપેક્ષાએ એવી રીતે સિદ્ધ થયા છે કે જેની સેવાથી નિયમાં આત્મા નિર્મળ થયા વિના રહે નહિ ? માટે જ એ શાશ્વત છે અને તેથી જ એની બીજી કોઈ ઉપમા નથી : એ અનુપમ છે અને એ જ હેતુને લઈને સઘળા શ્રી તીર્થપતિઓથી તે નમસ્કાર કરાયેલું છે. આવું તીર્થ પામ્યા, એ કાંઈ જેવું તેવું સદ્ભાગ્ય નથી. એ પામ્યા બાદ એનું પાલન કેમ અધિક પ્રકારે થઈ શકે, એ ચિંતા ન થાય તો ન પામેલા કરતાં પામેલા વધુ કમનસીબ ગણાય.
જ્ઞાનીએ કહેલી બધી વાતોનો વિચાર આત્મા સાથે એકાંતે કરવાનો રહ્યો. દરેક ઉપદેશની વાતને જો આત્મા પોતાની સાથે ઘટાવે, તો જરૂર અમલ થાય. ક્રિયાઓ ઉપયોગહીન ન હોવી જોઈએ, પણ જીવતી-જાગતી હોવી જોઈએ. શબ્દો બોલાય ત્યારે ઇંદ્રિયો આડી-અવળી હોય, મોટું ક્યાં હોય અને વચન ક્યાં જતાં હોય,-આ સ્થિતિમાં વસ્તુ ન પમાય.
જે પ્રાર્થનાસૂત્ર હંમેશાં બોલો, તેમાંની વાતો તમને યાદ ન હોય ? તમે એ વાતોને વિચારો નહિ, મનન કરો નહિ અને કોઈ યાદ કરાવે તો ઊલટો ગુસ્સો થાય તો શું થાય ? મૂર્તિને શ્રી જિનેશ્વરદેવ કલ્પીને, હંમેશાં એ શ્રી જિનેશ્વરદેવ સમક્ષ બોલીએ, પ્રાર્થના કરીએ અને પ્રાર્થેલી વસ્તુનું સ્મરણ પણ ન હોય, એટલું જ નહિ પણ કદાચ કોઈ એનું સ્મરણ કરાવે તોયે કંટાળો આવે-હૈયે કાંઈ કાંઈ થવા માંડે, એનું કારણ શું?
વિતરાગ પ્રભુની મૂર્તિ સન્મુખ મુખ અને નેત્રો સ્થપાય અને શબ્દેશબ્દ હૃદયસ્થ કરી આજ્ઞા વિચારાય, તો એ પ્રમાણે કરનાર આદમી મંદિરમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org