________________
૯ : ભાવનાનું મહત્ત્વ
♦ શુભ વિચારનો અમલ શીઘ્ર થવો જોઈએ : શાસ્ત્રમાં શ્રાવકોને સાધુનાં માબાપ કહ્યાં છે :
• ભવનિર્વેદ આવે શી રીતે ?
• યુગબાહુ અને મદનરેખા :
9
પરલોકની તપાસ રાખનારા ઊભા કરો ! ♦ અશાંતિ અને દુઃખનું કારણ શું છે ? લોકવિરુદ્ધ ત્યાગની પીઠિકા :
વિષય : શુભ ભાવનાનો અમલ ઝટ કરવો - જથવીથરાય અંતર્ગત ભવનિવ્વઓ પદ વિચારણા ચાલુ.
ગત વ્યાખ્યાનમાં : શુભ ભાવનાનો અમલ ઝટ કરવો કારણ કે શુભ ભાવના અને પરિણામ ઘણી મુશ્કેલીથી જ પ્રાપ્ત થતાં હોય છે - એ વાતનો સામાન્ય નિર્દેશ કરેલો તે જ વાત વધુ વિસ્તૃત છણાવટ પામી અત્રે પિરસાઈ છે. શુભ ભાવને ઝટ આત્મસાત્ કરી અમલી બનાવવા માટે જયવીય૨ાય સૂત્રના ભવનિવ્યેઓ પદના આધારે સુંદર વિચારણાઓ પ્રસ્તુત કરવામાં આવી છે. ખંધક મુનિવરની ચામડી ઉતાર્યાનો પ્રસંગ સુંદર ભાવમાં ઝિલાવે છે. ભવનિર્વેદ લાવવાના ઉપાયો બતાવતાં અવસરે યુગબાહુ અને મદનરેખા તેમજ શાલિભદ્રકથાના પ્રસંગોનો પણ ઉપયોગ કર્યો છે.
સુવાકયામૃત
૭ દરેક ઉપદેશની વાતને જો આત્મા પોતાની સાથે ઘટાવે તો જરૂ૨ અમલ થાય.
૭ ધર્મ હૃદયમાં વસ્યા પછી બીજી ભાવનાઓ તો સ્વયં નાશ પામશે.
♦ શુદ્ધ પરિણામ થવાં એ મુશ્કેલ અને થાય તો ટકવાં મુશ્કેલ, માટે જ શુદ્ધ પરિણામ થાય કે તરત જ પરિણામને અનુસરતી પ્રવૃત્તિ કરી દેવી.
♦ જે આત્મા પાપને પાપ તરીકે માને નહિ, પાપથી ધ્રૂજે નહિ, પાપ કર્યું જાય અને જેને પાપનો ભય નહિ, તે આત્મા મુક્ત કઈ રીતે થાય ?
૭ શ્રી જિનેશ્વરદેવનો સંયમમાર્ગ એટલે આખા જગતને માટે શાંતિનો પયગામ ! સુખનો ધોરીમાર્ગ ! દુઃખની જેમાં સંભાવનાય નહિ !
♦ અવ્યાબાધ પદ જેને જોઈતું હોય તે પોતે દુનિયા માટે અવ્યાબાધ બને !
અનીતિની કરેલી કમાણી તો મારી નાખનારી છે. એવી કમાણીના યોગે પાટલે બેસી મિષ્ટાન્ન ખાવા કરતાં જમીન પર બેસી સુક્કા રોટલા ખાવા મજાના છે.
ભવથી બહાર નીકળવાની ભાવના જાગશે, ત્યારે તો મનુષ્યલોકમાં રહેવા છતાં દેવતા કહેવાશો. સામાનું કાળું કરવાનો વિચાર આવે કે તરત પોતાનું તો બગડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org