________________
225
- ૧૭ : લોકવિરુદ્ધ અને લોકવિરોધ વચ્ચેનો તફાવત - 17
૨૨૫
આ બાજુ શ્રી રામચંદ્રજી તો ભયંકર શોકાવસ્થામાં છે. આ અવસ્થામાં રજા આપે એ પણ અશક્ય જેવું છે. આથી એ બન્ને પુણ્યશાળી અને પરમ વિરક્ત આત્માઓ “શ્રી લવણ' અને “શ્રી અંકુશ' માત્ર આટલું કહીને જ ચાલતા થયા અને દીક્ષા અંગીકાર કરી : ગુરુએ આપી પણ દીધી, આરાધી અને મોક્ષે પણ ગયા.
શ્રી લક્ષ્મણજીના મૃત્યુના અને આવી પરિસ્થિતિના સમાચાર આખી અયોધ્યામાં ફેલાઈ ગયા છે. આ સંયોગોમાં પણ ગુરુએ દીક્ષા આપી દીધી. આ પછીથી રામચંદ્રજી પણ ભાઈની વિપત્તિથી અને પુત્રોના વિયોગથી વારંવાર મૂચ્છ પામવા લાગ્યા અને મોહથી બોલવા લાગ્યા કે : “હે ભાઈ ! શું મેં કોઈ વખતે કંઈ પણ તારું અપમાન કર્યું છે, કે જેથી તે આ પ્રકારનું મૌન અંગીકાર કર્યું છે ? તું આવો થયો ત્યારે તો હે ભાઈ ! પુત્રોએ પણ મારો ત્યાગ કરી દીધો.' આ પછી અનેક સમજાવનારા સમજાવે, તે છતાં પણ મોહના વશપણાથી નહિ સમજતાં, શ્રી લક્ષ્મણજીના શબને રોજ નવરાવે, ધોવરાવે, ખોળામાં બેસાડે ને મનાવતા હોય તેમ ચેષ્ટા કરે. આવી રીતે રામચંદ્રજી જેવા પણ લક્ષ્મણના મોહમાં આટલા ઘેલા થયા હતા ! આ રીતે કરતાં તેઓએ છ માસ વિતાવી દીધા અને પરિણામે પોતાના સેનાપતિ, જે સંયમ આરાધી દેવ થયો હતો, તેનાથી બોધ પામ્યા અને અનેકની સાથે સંયમ અંગીકાર કર્યું.
શ્રી રામચંદ્રજી નીકળ્યા એમ જાણી સોળ હજાર મુકુટબદ્ધ રાજાઓ પણ સંયમધર થયા. તે વખતે સાડત્રીસ હજાર સ્ત્રીઓએ પણ સંયમનો સ્વીકાર કર્યો. પરમ સંયમધર શ્રી રામચંદ્રજી એક વખતે કોઈ અટવીમાં રહેલી ગુફામાં રહ્યા હતા, ત્યાં ધ્યાનમગ્ન થયેલા તે પરમર્ષિને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું અને તે દ્વારા શ્રી લક્ષ્મણજીને નરકમાં પડેલા જોયા અને એથી “ધર્મકર્મ વિનાનું લાંબુ આયુષ્ય પણ અંતે નરકને આપનારું નીવડ્યું : ખરેખર, કર્મનો વિપાક જ ભયંકર છેએમ વિચાર્યું. તે પછી પૃથ્વીતલને પાવન કરતા તે મુનિવર કોટિશિલા ઉપર પધાર્યા. ત્યાં ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થઈ, કેવળજ્ઞાન પામી, અને ભવ્ય જીવોને પ્રતિબોધ પમાડી મુક્તિપદને પામ્યા. વૈરાગ્ય થાય ત્યારે દુનિયાનું ઔચિત્ય, વિરક્ત આત્માને બાધ ન કરે.
રામાયણ, એ દીક્ષાની ખાણ છે- એ હું જણાવી ચૂક્યો છું. રામાયણમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org