________________
૨૨૭
-- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
-
26
આવતા રાજામહારાજાઓમાં સંખ્યાબંધ સંયમધર થયા છે. શ્રી હનુમાનજીને સૂર્યાસ્ત જોઈને વૈરાગ્ય થયો છે અને તરત જ દીક્ષા લીધી છે : તેમજ તેમની સાથે સંખ્યાબંધ રાજાઓએ અને રાણીઓએ સંયમ અંગીકાર કર્યું છે. વિચારો કે આ રાજકુટુંબોની ભાવના કેવી હશે ? સૂર્ય તો હંમેશાં અસ્ત થાય છે જ ને ? તમને તે જોઈ એવા ઉત્તમ વિચારો આવે છે કે જેના યોગે વૈરાગ્ય થાય ? આલંબન ઊંચાં લો !
અરે, એક શહેરમાં એક માણસની સ્ત્રી સળગી ગઈ સખત રીતે દાઝી : તે માણસ પણ તે બનાવ જોઈને થરથરી ઊઠ્યો : દવા પણ કયાં ચોપડે ? ચામડી એવી બળી ગઈ હતી કે જોતાં જ કંપારી છૂટે અને થોડા કલાકમાં એ બાઈ મરણ પામી. એ આદમી રોજ વ્યાખ્યાનમાં આવતો હતો. તે દિવસે બપોરે આવી બધી વાત કહી અને પોતાને બહુ ત્રાસ થયો છે એમ જણાવ્યું. “સમયે હિતકર સૂચના કરવી જોઈએ-એ ન્યાયે મેં કહ્યું કે : “ભાઈ ! સંસારનું સ્વરૂપ જ એવું છે ! આયુષ્ય ક્ષણિક છે માટે ચેતવા જેવું છે. એટલે તરત એ આદમી હસી પડ્યો અને કહેવા લાગ્યો કે : “આપ તો આપની જ વાત કરો છો, પણ એ કાંઈ બને નહિ; સંસારમાં એમ તો બન્યા જ કરે છે : એથી કાંઈ ડરીએ-બરીએ નહિ.” હવે આ સ્થિતિમાં સૂર્યાસ્ત જોવાથી શું અસર થાય ? એ અસર તો પુણ્યશાળી પુરુષોને જ થાય.
સંસ્કારો એવા કેળવો, સંયોગો એવા મેળવો, વાર્તાલાપ એવો કરો કે ઉત્તમ વિચારો અને વૈરાગ્ય સહજ થાય. ધર્મગોષ્ઠિ કરો અને નવરી વાતોમાં ન પડો, તો ઉત્તમ વિચારો અને વૈરાગ્ય કેમ ન આવે ? નાની શી જિંદગી ! એમાં જો ખરાબ સંસ્કારમાં પડી ગયા અને જાગ્રત ન થયા તો પસ્તાવું પડશે.
નાનાં બાળકો દીક્ષા લે છે એની દયા આવે છે, પણ મોટા નથી નીકળતા તેનું શું ? તમારી પોતાની પણ દયા આવે છે કે નહિ ? મોટાએ નીકળવું નહિ, નાનાને નીકળવા દેવા નહિ, એ ન્યાય ક્યાંનો ? વસ્તુનો વિરોધ કઈ રીતે કરવામાં આવે છે તે સમજાતું નથી.
દુનિયાના વ્યવહારમાં પણ બાળકને સમજાવીને કામ લેવાય છે. નિશાળે ન જતો હોય તો પૈસો આપીને કે ચીજ આપીને પણ મોકલવામાં આવે છે. એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org