________________
227 – ૧૭ : લોકવિરુદ્ધ અને લોકવિરોધ વચ્ચેનો તફાવત - 17 – ૨૨૭ લાલચ આપીને બાળકને નિશાળે મોકલવું, એ તમે સારું માનો છો યા નહિ ? કહો ને કે માનીએ જ છીએ, કારણ કે જે સારી ચીજ છે, તે યુક્તિથી અને જે જાતના પ્રયત્નથી દેવાય એ પ્રયત્નથી દેવી એ હિતકર જ છે. બાળક સારી વસ્તુનો જે રીતે રસિયો બને, તે રીતે આચરવામાં કશી જ હરકત નથી કારણ કે બાલ્યાવસ્થા એવી છે કે એને જેવી કેળવવી હોય તેવી કેળવાય. વારુ કહો, હવે દીક્ષા એ ચીજ સારી છે કે ખોટી છે ? સ્કૂલમાં બેસનારા છોકરાઓ પણ નઠોર નથી હોતા ? ઘણાયે બજારોમાં બેસનારા વેપારીઓ અને ધંધા કરનારાઓ ભીખ નથી માંગતા ? છતાં એ ચાલુ છે. ત્યાં તો તમે બહુ એક્કા છો. કોઈ નવી પેઢી કાઢે એને કોઈ ના કહે ? કોઈ એમ કહે કે “ઘણાંએ દેવાળાં કાઢ્યાં માટે ઘેર બેસો !” અને કદાચ કોઈ તેમ કહે તો પણ સાંભળનારો કહી દે કે : “એ બીજા, અમે એવા નહિ : જો આ પેઢી, ફલાણી પેઢી ચાલુ છે ને ? અમે પણ એવા મશહૂર છીએ.” ત્યાં બધા શાહુકારના દાખલા લે અને અહીં બધા પડેલાના, દેવાળિયાના દાખલા દે. આ પડ્યા, તે પડ્યા, એ દાખલા જ હાથ આવે. ચડેલાના દાખલા હાથ લે તો તો વાંધો આવે. જ્ઞાની કહે છે કે દાખલા ચડેલાના લો ! પડેલાને સંભારો નહિ.' પડેલાનાં દૃષ્ટાંત લેવાં એ તો દેવાળિયાનું કામ અને ચડેલાનાં દષ્ટાંત લેવાં તે શાહુકારનું કામ. ફલાણે ફૂક્યું એવું શાહુકાર ન જુએ. એ તો જાત વેચીને પણ આબરૂ રાખે અને જેને પાઘડી ફેરવવી હોય તે તો એમ જ કહે કે “એમાં નવાઈ શી ? બધા એમ જ કરે છે.” એમ વિચારી ઝટ નાદારીમાં નામ નોંધાવે. અહીં તો સારી ચીજ માત્ર શુદ્ધ હૃદયથી શુદ્ધ ભાવથી દેવાની અને લેવાની છે. દેનારની ભાવના ખોટી હોય તો પણ લેનાર તો તરી જ જાય. ગુરુ જ પહેલાં મોક્ષે જાય અને શિષ્ય પછી જ જાય, એ કાયદો અહીં નથી. શિષ્ય પહેલાં પણ જાય અને ગુરુ ન પણ જાય : પાછળ પણ રહી જાય : અને શિષ્ય સારો હોય તો ગુરુને પણ ખેંચીને લઈ જાય. શિષ્ય પ્રથમ મુક્તિએ જાય, એ આ શાસનમાં નવું નથી. આ શાસન તો આરાધક માટે છે. જે આત્મા અધિક આરાધના કરે તે પ્રથમ મુક્તિએ જાય, ઓછી કરે તે પછીથી જાય અને વિરાધના કરે તે ડૂબી પણ જાય ! માટે દરેક રીતે જનતાને આરાધક બનાવવા પ્રયત્નો ચાલુ જ રહેવા જોઈએ. આ બધી ધૂનનની તૈયારી થાય છે. હલાવવું પડશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org